Blogs

ચોકીદાર ચોર હૈનો નારો ભાજપને જ લાભ પહોંચાડશે

રાજકારણમાં નારાઓનું ભારે મહત્ત્વ હોય છે. કોઈ પણ ઉમેદવારને જીતવામાં નારાઓ જેટલા મદદરૂપ થઈ શકે છે એ જ રીતે જો ઊંધું પડે તો ગળામાં ફસાયેલું હાડકું પણ બની શકે છે.રાહુલ ગાંધીનો ’ચોકીદાર ચોર હૈ’નો નારો શું કૉંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ માટે આવું હાડકું બની રહેશે?મોદીના ’મૈં ભી ચોકીદાર’ના દેશવ્યાપી અભિયાનથી આવા જ સંકેત મળી રહ્યા છે. પરંતું કોઈ ચોક્કસ તારણ સુધી પહોંચવા માટે રાહ જોવી પડશે.વખતો-વખત લગાવાયેલાં રાજકીય નારાઓનો અભ્યાસ કરીએ તો સામાન્ય રીતે હકારાત્મક નારા જ સફળ થતા હોય છે.જેની વિરુદ્ધ નકારાત્મક નારા લાગાવાય, તેનાથી લોકો નારાજ હોય તો જ એ નારા લોકોના મન સુધી પહોંચી શક છે.વર્ષ ૧૯૭૧માં વિપક્ષનું મહાગઠબંધન બન્યું અને તેમણે નારો આપ્યો હતો ’ઇંદિરા હટાઓ, દેશ બચાઓ.’ જોકે, ઇંદિરા ગાંધીએ એ નારો જ પલટાવી નાખ્યો હતો.ઇંદિરાએ કહ્યું હતું, ’હું કહું છું ગરીબી હટાવો, તેઓ કહે છે ઇંદિરા હટાવો.’ એ ચૂંટણીમાં ઇંદિરા ગાંધી ભારે બહુમતીથી જીત્યાં હતાં.એ વખતે વિપક્ષના ગઠબંધનનું ગણિત કામ નહોતું આવ્યું. પોતાના વિરુદ્ધ લાગેલા નારાઓને પોતાના પક્ષમાં જ પલટાવી નાખવાની ક્ષમતા જનાધાર ધરાવતા નેતામાં જ હોય છે. બસ, એક જ શરત છે કે મતાદાતા તેમનાથી નારાજ ન હોવો જોઈએ.હાલમાં પણ જ્યારે ચુંટણી માથે છે ત્યારે ગમે તે પરિસ્થિતિને પોતાની તરફેણમાં ફેરવી નાંખવામાં ઉસ્તાદ મોદીએ એ જ વા કરવા માંડી છે તે પણ કહે છે કે તેઓ દેશમાંથી ગરીબી અને ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરે છે ત્યારે વિપક્ષ મોદી હટાવનો નારો લગાવે છે તેમને ખબર છે કે લોકો તેમની વાત પર વિશ્વાસ કરવાનાં છે રફાલનો મુદ્દો ઉઠ્યો છે પણ તેમાં મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગી શકે તેમ નથી. પાંચ વર્ષ દરમિયાન તેમની સરકાર આ મામલે ક્લીન રહી છે.વર્ષ ૧૯૭૭ની ચૂંટણીમાં વિપક્ષનો નારો હતો – ઇંદિરા કા દેખો ખેલ, ખા ગઈ ચીની, પી ગઈ તેલ.ઇંદિરા ગાંધી આ નારો ન પલટી શક્યાં કારણ કે લોકો કટોકટી અને મુશ્કેલીઓના કારણે તેમનાથી નારાજ હતા.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે સેનેટર તરીકે ચૂંટાયા ત્યારથી સઈને વર્ષ ૨૦૦૮માં રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યાં સુધી તેમના વિરોધીઓએ પ્રચાર કર્યો કે તેઓ મુસલમાન છે.રાષ્ટ્રપ્રમુખની પહેલી સમયમર્યાદા પૂરી થતાં સુધીમાં ઓબામાની લોકપ્રિયતા થોડી ઘટી ગઈ હતી. તેથી આ અભિયાને ફરી જોર પકડ્યું હતું.વર્ષ ૨૦૧૦માં જ્યારે ઓબામા ભારત આવ્યા ત્યારે તેમને અમૃતસર પણ જવું હતું. પરંતુ તેમના સલાહકારોએ સમજાવ્યું કે સુવર્ણ મંદિર જશે તો તેમણે માથા પર કપડું બાંધવું પડશે.તમારા વિરોધીઓ આ તસવીરનો ખોટો ઉપયોગ કરી શકે કે તેઓ મુસલમાન છે.૨૦૧૨માં ચૂંટણી અભિયાન દરમિયાન ઓબામા વારંવાર સ્પષ્ટતાઓ આપતા રહ્યા કે તેઓ મુસલમાન નથી. પછી તેમના સલાહકારોએ માનવ વ્યવહારના જાણકારો સાથે વાત કરી.તેમણે સલાહ આપી કે ઓબામા તેનું ખંડન કે સફાઈ આપવાનું બંધ કરે. કારણ કે વારંવાર સફાઈ આપવાથી પણ શંકા જાય છે કે કંઈક તો હશે જ.આવા વખતે લાંબા સમય સુધી ચર્ચામાં રહેવાથી લોકોના મનમાં આ વાત ઘર કરી જાય છે.તેથી તેમણે સકારાત્મક વાત કરવી જોઈએ. પછી ઓબામાએ કહેવાનું શરૂ કર્યું કે તેઓ ખ્રિસ્તી છે. મુસલમાનનો મુદ્દે જાતે જ શાંત થઈ ગયો.ખબર નહીં વડા પ્રધાન મોદીને કોઈએ આવી સલાહ આપી કે નહીં, પરંતુ તેઓ ઘણી વખત આવું કરી ચૂક્યા છે.વર્ષ ૨૦૦૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીએ તેમને ’મોત કા સોદાગર’ કહ્યા. સોનિયા ગાંધી અને કૉંગ્રેસને આજ સુધી બાબતનો અફસોસ હશે.આ જ વાતને તેમણે એટલી જગાવી હતી કે કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.આમ તો ગુજરાતમાં જ્યાં સુધી નરેન્દ્ર મોદી રહ્યાં હતા તેમણે કોઇ વિરોધીને ઉપર ઉઠવાનો અવસર જ આપ્યો ન હતો તેમનાં કેન્દ્રમાં ગયા બાદ જ હાર્દિકે પાટીદાર આંદોલન કરીને હાલની રૂપાણી સરકારને હલાવી નાંખી હતી પણ તેમ છતાં તે મુદ્દો એટલો અસરકારક ન રહ્યો અને ભલે કેટલીક બેઠકો ગુમાવી પણ ભાજપે વિધાનસભાની ચુંટણીમાં સત્તા જાળવી રાખી હતી. જો કે એ વાત છે કે રૂપાણીમાં એ ક્ષમતા નથી પણ પોતાની તરફ આવતા તીરને વિપક્ષ તરફની દિશા આપી દેવાની વડા પ્રધાનની અદ્ભુત ક્ષમતા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરની ’ચાય વાલા’ અને પ્રિયંકા વાડ્રાનો ’નીચ’ શબ્દ કૉંગ્રેસની વિરુદ્ધ હથિયાર સાબિત થયો. એ બધાં જ જાણે છે.વર્ષ ૨૦૧૩માં જ્યારે ભાજપે તેમને વડા પ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા તો મીડિયા અને રાજકીય માહોલમાં ગુજરાતના રમખાણોમાં તેમની ભૂમિકા ફરી એક વખત ચર્ચામાં આવી.મોદી અને ભાજપ સફાઈ આપતા રહ્યા કે કંઈ જ સાબિત નથી થયું.એસઆઈટીની તપાસમાં કશું મળ્યું નહીં. સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી. પરંતુ સ્પષ્ટતાની કોઈ અસર થઈ નહીં.ત્યારબાદ મોદીના સલાહકારોએ આ મુદ્દે સફાઈ આપવાનું બંધ કરીને વિકાસના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો.ત્યાર બાદ ગુજરાતમાં રમખાણોનો મુદ્દો ઉઠાવનારા લોકો એ સાબિત કરવામાં લાગી ગયા કે ’ગુજરાત મૉડલ’માં જ ખામી છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને છેલ્લાં પાંચ વર્ષથી વડા પ્રધાન તરીકે જો મોદીનો કાર્યકાળ જોઈએ તો એક વાત સ્પષ્ટ રીતે સમજી શકાય કે પોતાની વિરુદ્ધ કહેવાયેલી કોઈ વાત પર તેઓ તરત પ્રતિભાવ આપતા નથી.તેઓ તોળી-તોળીને બોલે છે. આરોપો અને નકારાત્મક વાતોનો જવાબ તેઓ હકારાત્મક વાતથી અથવા કામથી આપે છે.રાહુલ ગાંધીએ જાન્યુઆરી ૨૦૦૧૫માં મોદી સરકાર પર ’સૂટ-બૂટ કી સરકાર’નો આરોપ લગાવ્યો.તેમના એક જાણીતા સૂટના કારણે આ નારો તેમની સરકાર પર ચોંટી ગયો.મોદી કે પક્ષ તરફથી કોઈ પણ સફાઈથી કામ ના બવ્યું એટલે મોદીએ સરકારની નીતિઓની દીશા બદલી નાખી.સમાજમા વંચિતો માટે યોજનાનો મારો ચલાવ્યો. હવે ’સૂટ-બૂટની સરકાર’ની વાત કૉંગ્રેસ પણ નથી કરતી.કેટલાક મહિના પહેલા રાહુલ ગાંધીએ ’ચોકીદાર ચોર હૈ’નો નારો આપ્યો. જેના માટે તેમણે રફાલ યુદ્ધ વિમાનની ખરીદીનો મુદ્દો ઉઠાવ્યો.ચોકીદાર(મોદી)ને ચોર ગણાવવા માટે તેમણે પાંચ વર્ષમાં એક મુદ્દો મળ્યો.આ મુદ્દે પણ તેઓ મોદી કે તેમના એક પણ મંત્રી પર લાચનો આરોપ ન લગાવી શક્યા.માત્ર એક જ વાત વાગોળ્યા કરે છે કે તેમણે અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડ આપી દીધા.જે ઑફસેટ ક્લૉઝમાં ૩૦ હજાર કરોડની તેઓ વાત કરે છે તે ખોટું છે જાણવા છતાં તેઓ આ વાત કરે છે.તેમાં ૮૦થી પણ વધુ કંપનીઓની ભાગીદારી છે, પછી સુપ્રીમ કોર્ટના ચુકાદા અને સીએજી(કેગ)ના રિપોર્ટ બાદ તેમના આરોપ વધુ નબળા થઈ ગયા.મોદી રાહ જોતા રહ્યા. તેઓ જોતા રહ્યા કે રાહુલ ગાંધીના આ નારાની કેટલી અસર થાય છે.જ્યારે તેમણે જોયું કે આ મુદ્દો પણ જોર નથી પકડી શકે એમ નથી તો તેમણે શનિવારે ’મૈં ભી ચોકીદાર’ અભિયાન સોશિયલ મીડિયા પર શરૂ કર્યું.થોડી વારમાં જ તે ટિ્‌વટર પર એક નંબર પર ટ્ર્રૅન્ડ કરવા લાગ્યું. તેમણે ટિ્‌વટર હૅન્ડલ પર પોતાનું નામ બદલીને ’ચોકીદાર નરેન્દ્ર મોદી કરી નાખ્યુ.આ સમગ્ર અભિયાનમાં તેમણે રાહુલ ગાંધીના આરોપનો ઉલ્લેખ પણ કર્યો નહીં. દેશના લોકોને કહ્યું કે તેઓ પોતાની આસપાસ ગંદકી, અન્યાય અને બુરાઈઓને રોકવા માટે ચોકીદાર બને.છેલ્લી લોકસભા ચૂંટણીમાં ’ચાવાળા’ મુદ્દો બન્યો તો આ વખતે ’ચોકીદાર’ને મુદ્દો બનાવવાની ઝુંબેશ શરૂ થઈ.સાર્વજનિક જીવનમાં જ્યારે કોઈ આરોપ તમને સ્પર્શે ત્યારે તેનો રાજકીય ફાયદો થઈ શકે છે. આરોપને અસરદાર બનાવવા માટે લોકોનો તેમાં વિશ્વાસ જરૂરી છે.સાથે જ આરોપ લગાવનારની વિશ્વસનીયતા પણ મહત્ત્વની છે.એ કહેવું ખોટું નહીં હોય કે ભ્રષ્ટાચાર મુદ્દે લોકોના મનમાં કૉંગ્રેસની વિશ્વસનીયતા નથી.તે ઉપરાંત આટલા લાંબા જાહેર જીવનમાં મોદી ભ્રષ્ટાચાર મુદ્દે લગભગ બેદાગ રહ્યા છે.તેમની સરકારની દરેક ખામીઓ પર લોક ભરોસો કરી શકશે પણ મોદી ભ્રષ્ટ છે એ વાત પર ત તેમના વિરોધીઓ પણ કદાચ ભરોસો કરી શકશે નહીં.એ જ કારણથી અન્ય વિપક્ષી દળો આ મુદ્દે પરંપરાગત રીત કૉંગ્રેસનો સાથ આપવા આગળ ન આવ્યા.

Related posts

MORNING TWEET

aapnugujarat

વર્ષો બાદ ગુજરાતમાં વાઘની હાજરી

aapnugujarat

લોકોને જબરજસ્તી શાકાહારી ન બનાવી શકાય

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat