Buisness

ચીનની અર્થવ્યવસ્થા ૨૮ વર્ષના નીચલા સ્તરે પહોંચી

ચીનનો આર્થિક વિકાસ દર વર્ષ ૨૦૧૮માં ૬.૬ ટકા રહ્યો જે ૨૮ વર્ષના નીચલા સ્તર પર છે. દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની આ સ્થિતિ વર્તમાન સમયમાં અમેરિકા સાથે ટ્રેડ વોર અને નિર્યાતમાં મોટા ઘટાડાના કારણે થઈ છે.ડિસેમ્બરના ત્રિમાસીક ગાળામાં અર્થવ્યવસ્થાની ગતિ ૬.૪ ટકા રહી જે ગત વર્ષની સમાન અવધિમાં ૬.૫ ટકા તુલનામાં ઓછી છે. આંકડા અનુમાનો અનુસાર છે પરંતુ આ બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના વિકાસમાં આવેલી સુસ્તીને રેખાંકિત કરે છે.ડિસેમ્બરમાં નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સે આજે જાહેરાત કરી કે વર્ષ ૨૦૧૮માં ચીનની અર્થવ્યવસ્થા ૬.૬ ટકાના દરથી વધી. એનબીએસના આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૮માં આર્થિક વિકાસ દર વર્ષ ૨૦૧૭ની ૬.૮ ટકાની તુલનામાં ઓછો છે અને તે વર્ષ ૧૯૯૦ બાદ સૌથી ઓછો વિકાસ દર છે.૧૯૯૦માં ચીનનો આર્થિક વિકાસ દર માત્ર ૩.૯ ટકા રહી હતી. વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રીમાસીક ગાળામાં વિકાસદર ૬.૪ ટકા રહ્યો જે ત્રીજા ત્રીમાસીક ગાળામાં ૬.૫ ટકાની તુલનામાં ઓછો છે.ચીનની આર્થિક સુસ્તીની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડવાની ચિંતા વધી ગઈ છે. અમેરિકા સાથે ટ્રેડ વોરના કારણે આનું આર્થિક પરિદ્રશ્ય કમજોર બન્યું છે. વર્ષ ૨૦૧૮ની શરુઆતથી જ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યો છે. બંન્ને દેશ એકબીજાના માલ પર આયાત શુલ્કમાં વધારો કરી રહ્યા છે.ગત વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના આશરે ૨૫૦ અબજના માલ પર આયાત શુલ્કમાં ૨૫ ટકા સુધી વધારો કરી ચૂક્યા છે. ત્યાં જ અમેરિકાના આ પગલા બાદ ચીને અમેરિકાના ૧૧૦ અબજના માલ પર આયાત શુલ્ક વધાર્યો.

Related posts

સરકારી બેંકોમાં ૮૩૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવા માટેની હિલચાલ

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૮ની મૂડી ૫૪,૫૩૯ કરોડ ઘટી

aapnugujarat

ડિજિટલ ટેક્સ લગાવવાની તૈયારીમાં સરકાર, ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પર લાગશે ટેક્સ

aapnugujarat

Leave a Comment