Uncategorized

ગોંડલ નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગોંડલ નજીક નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જુનાગઢ તરફથી આવતા આઈશરની તલાશી લેતા ૨૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પાંચ આરોપીને દબોચી લેવાયા છે.
ગોંડલ તાલુકા પોલીસની ટીમને મળેલી બાતમીને આધારે હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી અને નેશનલ હાઈવે પરથી પસાર થતા જીજે-૨૬-ટી-૪૭૦૨ નંબરના આઈશરને અટકાવી તલાશી લેતા આઈશરમાં છુપાવીને રાખેલ ૨૦૦ પેટી વિદેશી દારૂ કિંમત રૂપિયા ૭,૨૦,૦૦૦નો જથ્થો મળી આવતા આઈશરમાં સવાર મહેબૂબ પઠાણ, રફીક મજુમશા, સમીર ડેરૈયા, રહીમ મુલ્લા અને નીતિન દેવનાણીની અટકાયત કરવામાં આવી છે.  તાલુકા પોલીસની ટીમે વિદેશી દારૂનો જથ્થો અને આઈશર મળીને ૨૦,૪૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ દારૂનો જથ્થો જુનાગઢથી આવ્યો હોય તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે.  ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જેથી વિવિધ સ્થળોએ કાર્યરત ચેકપોસ્ટ પર કામગીરી હવે હળવી બની છે તો વળી ૩૧મી ડિસેમ્બર પણ નજીક હોવાથી બુટલેગરો ફરીથી સક્રિય બન્યા છે અને દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે પોલીસની ટીમ પણ સક્રિયતા દાખવી રહી છે.

Related posts

૩૦.૮૦ કરોડનાં ખર્ચે નિર્મિત ગીર-સોમનાથ જિલ્લા સેવા સદનનું લોકાર્પણ સાર્વત્રીક વિકાસ એ વર્તમાન સરકારની પ્રતિબધ્ધતા છે : મંત્રીશ્રી જશાભાઇ બારડ

aapnugujarat

जूनागढ़ म्युनि. में भाजपा पार्टी का भगवा लहराया

aapnugujarat

પાલિતાણામાં કતલખાના તરત બંધ કરાવવા માંગ

aapnugujarat

Leave a Comment