Buisness

ગુડગાંવમાં ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટ લોન્ચ, પહેલાં દિવસે ૧૫૦ કરોડનું વેચાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઓર્ગેનાઈઝેશનના બેનર હેઠળ ગુડગાંવમાં બની રહેલાં ટ્રમ્પ ટાવરની લોન્ચિંગના પહેલા દિવસે ૧૫૦ કરોડનું વેચાણ થયું છે. ભારતમાં આ પ્રોજેક્ટને રિયલ એસ્ટેટ કંપની એમ૩એમ ઈન્ડિયા ડેવલપ કરી રહી છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું કે બુધવારે તેના ૨૦ સુપર લક્ઝરી એપાર્ટમેન્ટ વેચાયાં. આ હાઇરાઈઝ પ્રોજેક્ટનું કામ માર્ચમાં શરૂ થશે. અહીં બનનારા ૨૫૦ એપાર્ટમેન્ટ્‌સની કિંમત ૫થી ૧૦ કરોડ વચ્ચે રાખવામાં આવી છે. ટ્રમ્પ ટાવર બ્રાંડનો ભારતમાં આ પહેલો પ્રોજેક્ટ છે.ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ એમ૩એમ ઈન્ડિયાના ડાયરેક્ટર પંકજ બંસલે જણાવ્યું કે, અમે ગુડગાંવમાં ટ્રમ્પ ટાવરની લોન્ચિંગના પહેલાં જ દિવસે ૧૫૦ કરોડ રૂપિયાનું વિક્રમજનક વેચાણ કર્યું છે. કંપનીએ બુધવારે ૨૦ સુપર લક્ઝરી ઘર વેચ્યાં.દિલ્હી-એનસીઆરમાં ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટ માટે એમ૩એમ ઈન્ડિયા ૧૨૦૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ (જમીનની કિંમત સામેલ નથી) કરશે. તો ટ્રિબેકા ડેવલપર્સની પાસે પ્રોજેક્ટની માર્કેટિંગની જવાબદારી હશે. આ માટે ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનને બ્રાંડ લાયસન્સ આપવામાં આવ્યું છે.કંપનીએ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન સાથે ટાઈઅપ કરીને ટ્રમ્પ ટાવર માટે લાયસન્સ લીધું છે. આ ઓર્ગેનાઈઝેશનનું કામકાજ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ જોઈ રહ્યાં છે. ટ્રમ્પ ટાવર એક ગ્લોબલ રિયલ એસ્ટેટ બ્રાંડ છે, જે હવે નોર્થ ઈન્ડિયામાં ડેબ્યૂ કરશે.ગુડગાંવના ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટમાં કુલ ૨૫૦ અલ્ટ્રા લક્ઝરી એપાર્ટમેન્ટ્‌સ બનાવવામાં આવશે જેની કિંમત ૫થી ૧૦ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ કુલ ૨,૫૦૦ કરોડના વેચાણનું ટાર્ગેટ નક્કી કર્યું છે.

Related posts

૧૦ પૈકી ૭ કંપનીની મૂડી ૭૯૯૨૯ કરોડ વધી

aapnugujarat

મની લોન્ડરિંગમાં ઝડપાયેલા કુલ કેસોમાં ૮૩ ટકા જેટલા કેસ રીયલ એસ્ટેટ અને નાણાં સંસ્થાઓ સાથે સંકળાયેલ હોવાનો ખુલાસો

aapnugujarat

બજાજ લાવી રહ્યું છે ટાટા નેનો કરતાં પણ સસ્તી કાર

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat