Education

ગુજરાતની ૩ યુનિ. દ્વારા ચાલતા કૃષિ અભ્યાસક્રમો અમાન્ય જાહેર, એડમિશન લેતાં પહેલાં ચેતજો

રાજ્યની કેટલીક ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો અમાન્ય જાહેર કરાયા છે. રાય યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી તથા આરકે સહિત અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવાતા કૃષિના અભ્યાસક્રમોને સરકારે અમાન્ય જાહેર કર્યા છે.
રાજ્ય સરકારની જાણ બહાર જ આ અભ્યાસક્રમો ચલાવાતા હતા. આ યુનિવર્સિટીઓ દ્વારા બીએસસી એગ્રીકલ્ચર, ડીપ્લોમા ઈન કૃષિ એન્જીનીયરીંગ, બીટેક ઈન એગ્રીકલ્ચર જેવા કોર્સ ચલાવાતા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ગેરકાયદે કોર્સ ચલાવાતા હોવાની અવારનવાર રજૂઆત કરાઈ હતી.
ત્યારે બે વર્ષની રજુઆતો બાદ સરકારે મૌન તોડ્યું છે.નવા શૈક્ષણિક વર્ષમાં પસંદગીના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટેનો સમય આવી રહ્યો છે. ત્યારે જે વિદ્યાર્થીઓ કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોમાં જવા માગે છે તેમના માટે ખૂબ મહત્ત્વની જાણકારી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. વિભાગ દ્વારા જણાવાયાં મુજબ કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાય યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી તથા અન્ય ખાનગી યુનિવર્સિટીને કોઈ માન્યતા અપાઈ નથી.
હાઇકોર્ટના તા.૩૦/૧૦/૨૦૧૮ના ચૂકાદા વિરુદ્ધ રાય યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પીટીશનો દાખલ કરવામાં આવી છે. જે પીટીશનોની સુપ્રિમ કોર્ટ દ્વારા તા.૧૧/૦૧/૨૦૧૯ના રોજ સુનાવણી હાથ ધરીને નિકાલ કરાયો છે. આમ આ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને રાજ્ય સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલ નથી.

Related posts

ભારતમાં ૭૪ ટકા બાળકો ટ્યૂશન જાય છે : સર્વે

aapnugujarat

भारी उत्सुकता के बीच कक्षा-१० का ६८.२४ प्रतिशत परिणाम रहा

aapnugujarat

ધો.૧૦માં થિયરી-પ્રેક્ટિલમાં ૩૩ માર્ક્સે પાસ ગણાશે

aapnugujarat

Leave a Comment