Blogs

ગન કલ્ચર : અમેરિકાને હાથનાં કર્યા હૈયે વાગ્યા

બુધવારે અમેરિકા ફરી એક વાર શૂટઆઉટથી ધણધણી ઉઠ્યું. એક બંદૂકધારીએ ફ્લોરિડાની હાઈસ્કૂલમાં આડેધડ ફાયરિંગ કરતા ૧૭ વિદ્યાર્થીઓનાં મોત થયા છે. ગોળીબાર દરમિયાન કેટલાક સ્ટૂડન્ટ્‌સ ગંભીર રીતે ઘવાયા હતા. તેમની ચીસાચીસથી સમગ્ર સ્કૂલ ધ્રુજી ઉઠી હતી. સ્થાનિક સમય અનુસાર આ ઘટના બપોરે અઢી વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના પાર્કલેન્ડની માર્જરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં થઈ છે. આ શહેર મિયામીથી ૮૦ કિલોમીટર ઉત્તરમાં આવેલું છે.ગન કંટ્રોલનું અભિયાન ચલાવી રહેલી એક સંસ્થાના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી ૨૦૧૩થી દેશભરની સ્કૂલોમાં ફાયરિંગની ૨૮૩ ઘટનાઓ બની ચૂકી છે. મતલબ કે, આવી ઘટના છેલ્લા પાંચ વર્ષથી સપ્તાહમાં એક વાર બની રહી છે, જેનો ભોગ માસૂમ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. ૨૦૧૭માં પણ અમેરિકામાં ગોળીબારની અનેક ઘટનાઓ ઘટી હતી. આડેધડ ફાયરિંગના કિસ્સાઓ બાદ દેશમાં હથિયાર રાખવાને લઈને કડક કાયદો બનાવવાની ચર્ચા ફરી શરુ થઈ શકે છે. અમેરિકામાં દર વર્ષે ૩૩ હજાર લોકો ફાયરિંગ સાથે સંકળાયેલી ઘટનાઓમાં મોતને ભેટે છે.અમેરિકામાં વધુ એક વખત થયેલા અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ અમેરિકાના ગન કલ્ચર પર સવાલો ઉભા કર્યા છે. જોકે ટેક્સાસમાં ગન રાખવાના કાયદા અત્યંત નબળા મનાય છે. જેને પણ ક્યાંકને ક્યાંક જવાબદાર ઠેરવવામાં આવે છે. જેમાં ટેક્સાસમાં ગન રાખવાના લાયસન્સ માટે પહેલી સપ્ટેમ્બરથી એપ્લિકેશન ફી ૧૪૦ થી ૪૦ ડોલર કરી દેવામાં આવી છે. ટેક્સાસમાં સુરક્ષાના કારણોસર હેન્ડ ગન લાયસન્સને પણ સરળતાથી મંજૂરી મળી જાય છે. આ લાયસન્સ ક્લાસ રૂમમાંથી પણ મેળવી શકાય છે.
ગત રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ચૂંટણી અભિયાન માટે ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ રાઈફલ એસોસિએશન પાસેથી મસમોટુ ભંડોળ મેળવ્યું હતું. આ સંગઠન અમેરિકાની સૌથી મોટી ગન રાઈટ લોબી છે જે વર્ષે ૯૦ હજાર કરોડનો વાર્ષિક બિઝનેસ કરે છે. આવી લોબીઓની ખૂબ ઉંચે સુધી પહોંચ હોય છે. જેથી આ પ્રકારની લોબી પાસેથી ભંડોળ લેનારા ટ્રમ્પેને પણ તેમની સામે કાર્યવાહી કરવી મુશ્કેલી બની રહી હોય તેમ મનાય છે અને આથી જ જ્યારે પણ ફાયરિંગની ઘટના બને તે પછી ગન કલ્ચર ખતમ કરવાની વાતો શરૂ થતા જ અટકી જાય છે.તાજેતરમાં આ પ્રકારના વધતા બનાવો બાદ અમેરિકામાં ગન કલ્ચર સામે હવે અવાજ બુલંદ થતો જાય છે. અમેરિકામાં કેટલાક જામણેરી પાંખના શ્વેત ઉદ્દામવાદીઓએ વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે ડઝનબંધ હુમલાઓ કર્યા છે. આ લોકો અમેરિકાના ઉદાર ગન લૉઝનો ફાયદો ઉઠાવી સહેલાઈથી શસ્ત્રો ખરીદી લે છે. અમેરિકામાં ઉદાર કાયદા હોવાથી અમેરિકામાં જ ઉછરેલા ત્રાસવાદીઓ કોઈ પણ સ્ટોરમાં જઈને ડઝન જેટલા લોકોને મારવા માટે બંદૂક કે વિસ્ફોટકો આસાનીથી ખરીદી શકે છે અન તેમને કોઈ પણ સવાલ નથી કરાતો, જ્યારે યૂરોપમાં આ શક્ય નથી, કારણ કે યૂરોપમાં દુકાનમાંથી ગન ખરીદવી લગભગ અસંભવ છે.
હવે અમેરિકાના જાણીતા અખબાર ન્યુયૉર્ક ટાઇમ્સે પોતાના તંત્રી લેખમાં બંદૂક રાખવા પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. તે અગાઉ વૉશિંગ્ટન પોસ્ટ પણ કહી ચુક્યું છે કે દેશમાં બંદૂક ખરીદવાના ઉદાર કાયદાએ સામાન્ય લોકોના નરસંહારનો માર્ગ મોકળો કરી આપ્યો છે.એવરીટાઉન ફોર ગન સેફ્ટી અભિયાન અંતર્ગત આપવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, ૨૦૦૨થી ૨૦૧૩ સુધીમાં દુનિયાભરમાં આતંકવાદી ગોળીઓથી માર્યા ગયેલાઓ અમેરિકીઓની સંખ્યા ૨૬૩ હતી.જ્યારે આ જ સમયગાળામાં અમેરિકામાં બંદુક સંસ્કૃતિને કારણે મોતને ભેટનાર માણસોની સંખ્યા ૧,૪૧,૭૯૬ હતી. એટલે કે આતંક કરતાં અમેરિકી બંદુકની સંસ્કૃતિને કારણે અમેરિકામાં ૧૪૦૦ ગણાં મોત થયાં હતાં. સ્થિતિની ગંભીરતા તેમાંથી પણ બહાર આવે છે કે આતંક, યુધ્ધ, એઈડ્‌સ કે ડ્રગ્સના દુષણ એમ તમામને ભેગાં કરો તો પણ બંદુકની સંસ્કૃતિને કારણે માર્યા ગયેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે.ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં બનેલી ૧૪ જેટલી ઘટનાઓના અપરાધીઓ માનસિક રીતે બીમાર અને ગુનેગાર હોવા છતાં આ લોકો સહેલાઈથી ગન ખરીદવામાં સફળ રહ્યા છે. અમેરિકામાં લાસ વેગાસમાં રવિવારે બનેલી ઘટના તો આવી ઘટનાઓમાં એક ઉમેરણ માત્ર છે. આવા બનાવોને કેવી રીતે બંધ કરવા તે અમેરિકી સમાજ વિચારતું જ નથી. ઉલટાનું, વ્યકિતગત સ્વતંત્રતાને આડમાં આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહે છે. ત્યાં સુધી કે નિવાડા જેવા રાજ્યમાં તો બંદુક રાખવા માટે તમારે સરકારી પરવાનગી લેવાની પણ જરૂર હોતી નથી.ઓસ્ટ્રેલિયામાં પણ એક સમયે બંદુકનું હિંસક કલ્ચર હતું. જોકે, ૧૯૯૬માં તાસ્માનિયામાં એક બંદુકધારીએ ૩૫ લોકોને મારી નાંખ્યા પછી ત્યાંની સરકાર સફાળી જાગી હતી અને કાયદો કડક કરી નાંખ્યો હતો. હવેથી ઓસ્ટ્રેલિયામાં બંદુક ખરીદવી અને તેને રાખવી એટલી સહેલી નથી. આ કાયદા પછી ઓસ્ટ્રેલિયમાં જનસંહારની આવી કોઈ ઘટના બની નથી. સિડની મોર્નિગ હેરાલ્ડમાં પ્રકાશિત એક લેખમાં માઈકલ પાસ્કોએ તે વખતે લખ્યું હતુંઃ‘અમેરિકા એ હદ સુધી અપરિપકવ સમાજ છે કે તેમને બંદુકથી રમવા માટેની પરવાનગી પણ આપવી જોઈએ નહીં. અમેરિકા હજુ પણ તેમની કોર્ટમાંથી આદેશ અપાવીને માણસોને મારવા માટેના ચુકાદા પસાર કરાવે છે.’અમેરિકામાં આ ગન કલ્ચરનો પ્રભાવ કેટલો છે તેનો અંદાજ એ વાત પરથી આવે કે દુનિયામાં સામાન્ય નાગરિકો પાસે કુલ ૬૫ કરોડ હથિયારો છે. આ પૈકી અડધોઅડધ એટલે કે લગભગ સવા ૩૨ કરોડ હથિયારો તો અમેરિકનો પાસે જ છે
વિશ્વમાંકોઇ પણ વ્યક્તિનાં હૈયાં હચમચી નાખે તેવી સોમવારે અમેરિકામા લાસવેગાસ ખાતે ઘટના બની. કોઇ માથાની ફરેલી વ્યક્તિએ ચાલી રહેલા સંગીતના જલસાને માણી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરીને અનેક જણને મારી નાખ્યા અને બસો જેટલાને જખમી કર્યા! ૬૪ વર્ષના સ્થાનિક રહેવાસી સ્ટીફન પેડોગે આવું શા માટે કર્યુ હશે. એ કદાચ હવે જાણી નહી શકાય કારણ કે સ્વાત નામના સુરક્ષા દળે તેને ત્યાં જ પતાવી દીધો છે. કહે છે કે અમેરિકાના ઇતિહાસમાં આ રીતે આટલી મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિક દ્વારા કરવામાં આવેલો માનવસંહાર એ પહેલી ઘટના છે. અત્યંત ઊંડાણપૂર્વક વિચાર કરતા કરી દે તેવી ઘટના છે. જોકે અમેરિકા માટે આ નવું નથી. આના જેવી જ ગંભીર ઘટના ગયા વર્ષે જૂન ૨૦૧૬માં બની હતી જેમાં અંધાધૂંધ ગોળીબારમાં ફલોરિડાની નાઇટ કલબમાં ૪૯ જણને મારી નાખવામાં આવ્યા હતાં. આશ્ર્‌ચર્ય થાય કે અમેરિકા જેવા ધનાઢય અને શસ્ત્રસજ્જ દેશમાં આવું કેમ બનતું હશે! આજે શસ્ત્રસજ્જ શબ્દ છે. એ જ આવી ઘટનાઓ પાછળનું મુખ્ય કારણ છે. જવાબદાર છે અમેરિકાની બંદૂક સંસ્કૃતિ. એ એટલા માટે કે ગુજરી બજારમાં જેમ નાનાંમોટાં રમકડાં વેચાતાં હોય અને લોકો ખરીદે તે રીતે અમેરિકામાં બંદૂકો વેચાતી હોય છે અને કોઇપણ વ્યક્તિ તે ખરીદી શકે છે. પછી કોઇ પણ રીતે તેનો કોઇપણ બહાને કોઇ પણ કારણે તેનો દુરૂપયોગ થતો હોય છે. અમેરિકામાં એનો ભય સેવાઇ રહ્યો છે કે જો ત્યાં આવો કાયદો ઘડાય તો આંતરવિગ્રહની શકયતા છે. કાયદો ન ઘડી શકવા પાછળ પણ રાજકારણ કારણરૂપ છે.
એટલે સુધી સંહાર થયો છે અને થાય છે કે કોઇએ પણ બંદૂક સંસ્કૃતિને નિયંત્રિત કરવાનું ફરજિયાત લાગે. આ વર્ષમાં જ અમેરિકામાં ૧૦ હજારથી વધારે અમેરિકી નાગરિકો આ બંદૂકો દ્વારા માર્યા ગયા છે. આાંકડો નાનો તો નથી જ. ૨૦ હજાર માણસોએ પોતાની બંદૂક વડે જ આપધાત કર્યા છે. પિસ્તોલોનો પ્રહારથી મૃત્યુ પામેલા અને જખમી થયેલાનો આંકડો એક લાખની નજીક જાય તેમ છે.અમેરિકામાં તેનાથી ઊલટી સ્થિતિ છે ને ત્યાં બંધારણીય રીતે જ લોકોને હથિયારો રાખવાનો અધિકાર મળેલો છે. અમેરિકામાં વરસોથી એવા કાયદા છે કે જેના કારણે ગમે તે વ્યક્તિ હથિયાર રાખી શકે છે. અમેરિકામાં કુલ ૫૧ રાજ્યો છે ને દરેક રાજ્યમાં પોતપોતાના અલગ કાયદા છે પણ મોટા ભાગનાં રાજ્યોમાં હથિયારો રાખવાના કાયદા હળવા છે.
ગણતરીનાં રાજ્યો એવાં છે કે જ્યાં હથિયારો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે ને આવાં રાજ્યોની સંખ્યા માંડ છ છે. ઘણાં રાજ્યોમાં હથિયારો માટે લાયસંસ ફરજિયાત છે પણ એ એક ઔપચારિકતા છે. તેના માટે આકરા કહેવાય તેવા નિયમો નથી ને તેના કારણે ગમે તે વ્યક્તિ લાયસંસ લઈને હથિયાર રાખી શકે છે. તેના કારણે અમેરિકામાં બેફામ હત્યાઓ થાય છે ને નાની નાની વાતમાં લોકો બંદૂક કાઢીને ગોળી ઠોકી દેતાં અચકાતા નથી. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતીઓની હત્યાની જે પણ ઘટનાઓ બની તેના પર નજર નાખશો તો પણ ખ્યાલ આવશે કે ત્યાં લોકો ફાલતુ વાતમાં પણ ઉશ્કેરાઈને ગોળીઓ ઠોકી દે છે.
અમેરિકામાં આ ગન કલ્ચરનો પ્રભાવ કેટલો છે તેનો અંદાજ એ વાત પરથી આવે કે દુનિયામાં સામાન્ય નાગરિકો પાસે કુલ ૬૫ કરોડ હથિયારો છે. આ પૈકી અડધોઅડધ એટલે કે લગભગ સવા ૩૨ કરોડ હથિયારો તો અમેરિકનો પાસે જ છે. અમેરિકાની વસતી ૩૨ કરોડની આસપાસ છે એ જોતાં એવું કહી શકાય કે અમેરિકામાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેની પાસે ખાનગી હથિયાર ના હોય.અમેરિકામાં આ ગન કલ્ચર સામે લોકોમાં આક્રોશ નથી એવું નથી પણ તેને નાબૂદ કરવું શક્ય નથી. તેનું કારણ એ કે, આ ગન કલ્ચર અમેરિકાની લાઈફસ્ટાઈલ સાથે ને ખાસ તો અમેરિકનોના અહમ સાથે જોડાઈ ગયું છે. તેના પર અંકુશની વાત આવે એટલે લોકોનો અહમ ભડકે છે ને તેના કારણે એ શક્ય નથી બનતું. બીજું એ પણ છે કે તેની સાથે અબજો રૂપિયાની ઈકોનોમી સંકળાયેલી છે ને તેના કારણે પણ તેના પર નિયંત્રણ શક્ય નથી.

Related posts

પ્રણવ મુખર્જીએ એક કાંકરે અનેક નિશાન સાધ્યા

aapnugujarat

હિન્દૂ સંસ્કૃતિના મૂલ્યો અને આધ્યાત્મિક વારસાની જાણકારી

aapnugujarat

સાયબર આતંકનો ભયાનક ચહેરો

aapnugujarat

Leave a Comment