Buisness

કોર્પોરેટ કંપનીઓમાં સાયબર સુરક્ષા નબળી

દેશની કોર્પોરેટ કંપનીઓને વધતા જતા સાયબર ક્રાઇમ અંગે મુશ્કેલીમાં મુકાવું પડી શકે છે. આઇટી નિષ્ણાતોના મત મુજબ કંપનીઓની સાયબર ક્રાઇમ સામે સિક્યોરિટીની સિસ્ટમ ખૂબ જ નબળી છે.
આ વાત ઇવાઇ કી ફ્રોડ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિસ્પુટ સર્વિસીસના રિપોર્ટમાં બહાર આવી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૮૯ ટકા લોકોનું માનવું છે કે દેશમાં સાયબર ક્રાઇમ અંગે કાયદો વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત છે.
રિપોર્ટમાં જણાવ્યું છે કે પાછલા કેટલાક સમયથી દેશની કોર્પોરેટ કંપનીમાં સાયબર ક્રાઇમનું જોખમ ખૂબ જ વધી ગયું છે તથા હેકિંગ એટેક સતત થઇ રહ્યા છે.સોશિયલ મીડિયા ઉપર ખાનગી કંપનીઓની પણ માહિતી મૂકવાના વધતા જતા ચલણને કારણે ખતરો વધી ગયો છે. સરકાર ડિજિટલ ઇન્ડિયા ઉપર ભાર મૂકી રહી છે. આવા સંજોગોમાં જો સાયબર ક્રાઇમ સંબંધી કાયદો તથા સાયબર સુરક્ષા વધુ મજબૂત નહીં હોય તો કંપનીઓએ મુશ્કેલીમાં મુકાવવું પડી શકે છે.

Related posts

अब भारत चाहता हैं ब्रिक्स की अपनी रेटिंग एजेन्सी

aapnugujarat

सेंसेक्स 74.48 अंक गिरकर 37,328 पर के स्तर पर हुआ बंद

aapnugujarat

પેરાડાઇઝ પેપર્સ : પનામા સંદર્ભે રચાયેલી સમિતિ જ તપાસ કરશે

aapnugujarat

Leave a Comment