National

કાશ્મીરી યુવાનને જીપ સાથે બાંધનાર મેજરને કલીનચિટ

જમ્મુ-કાશ્મીરમાં જવાનો પર પથ્થરબાજીના વિરોધમાં એક કાશ્મીરી યુવાનને જીપ સાથે બાંધીને ફેરવનાર આર્મીના મેજરને કલીનચિટ આપવામાં આવી છે.
આર્મીની કોર્ટ ઓફ ઇન્કવાયરીએ મેજરને અપરાધી માનવા ઇનકાર કર્યો છે.આ કેસમાં આર્મીએ ૧પ એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા પ૩ રાષ્ટ્રીય રાઇફલના મેજર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી બે દિવસ પછી કોર્ટ ઓફ ઇન્કવાયરી બેસાડી હતી. તપાસ બાદ મેજર વિરુદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવા ભલામણ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે મેજર જનરલ સામે કોર્ટ માર્શલ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. એટલે સુધી મેજર વિરુદ્ધ શિસ્તભંગની પણ કાર્યવાહી કરવાની જરૂર હોય તેમ લાગતું નથી. ઉચ્ચ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ બાદ મેજર નીતીન ગોગોઇને કલીનચિટ આપવામાં આવી છે. મેઇલ ટુડેને જાણકારી આપવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર કાશ્મીરી યુવાનને જીપના બોનેટ સાથે બાંધીને સમગ્ર વિસ્તારમાં ફેરવવા પર ભલે વિરોધ થયો હોય, પરંતુ વરિષ્ઠ અધિકારીઓએ મેજરના આ નિર્ણયની પ્રશંસા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મેજરને આ કામ માટે અભિનંદન આપવામાં આવ્યા હતા. કારણ કે અધિકારીઓએ પથ્થરબાજો સામે કામ લેવા માટે આ યોગ્ય રીત હોવાનું માન્યું હતું.

Related posts

યુવાનો માટે કચ્છ-બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ‘‘આપણી સરહદ ઓળખો’’ નામનો સાહસિક પ્રવાસ યોજાશે

aapnugujarat

દાઉદ ઇબ્રાહીમ અને ઝાકીર નાઇક વચ્ચે ખાસ સંબંધ

aapnugujarat

हिंदू महिला की मुस्लिम पुरुष से शादी वैध नहीं पर संतान जायज : सुप्रीम कोर्ट

aapnugujarat

Leave a Comment