Uncategorized

કપાસના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી

ચોમાસાની સીઝન પૂર્ણ થતાં ખેતરોમાં પાકેલો કપાસ ખેડૂતો યાર્ડમાં ઠાલવી રહ્યા છે પરંતુ મહેનત અને ખર્ચના પ્રમાણમાં પૂરતો ભાવના મળતા ખેડૂતો દ્વારા યાર્ડમાં ખરીદી માટેના કેન્દ્રની માંગ કરવામાં આવી છે. તળાજા યાર્ડમાં ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલી ૧૦૦ રૂપિયા બોનસ સાથેની રકમ એકી સાથે ચુકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.ભાવનગર જીલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ કપાસની પુષ્કળ આવક જોવા મળી રહી છે. ચોમાસાની સીઝન પૂર્ણ થતા ખેડૂતો તેના ખેતરમાં પાકેલા કપાસને વેચાણ માટે યાર્ડમાં લાવી રહ્યા છે. આ વખતે સારા વરસાદના કારણે મબલક પાકની ઉપજ થતા યાર્ડમાં કપાસના ગંજ ખડકાયા છે. પુષ્કળ પાકનું ઉત્પાદન થયું હોવા છતાં ખેડૂતોને કપાસના પૂરતા ભાવના મળતા નારાજ જોવા મળી રહ્યા છે. તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવથી ખરીદીની મંજુરી તો મળી ગઈ છે પરંતુ હજુ તેના કેન્દ્ર ખોલવામાં આવ્યા નથી. જેથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ઉપરાંત જાહેર કરેલ ૧૦૦ રૂ. બોનસ સાથેની રકમ ચુકવવામાં આવે તેવી આશા ખેડૂતો કરી રહ્યા છે.તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે વહેલી તકે ટેકાના ભાવે ખરીદી અને બોનસ ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ કપાસ ખરીદી માટે કેન્દ્રના સીસીઆઈ દ્વારા એ ગ્રેડના ટેકાના ભાવ ૮૬૪ રૂ.જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ૧૦૦ બોનસ જાહેર કરેલ હોય પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનું નોટિફિકેશન જાહેર કર્યું ના હોય ખેડૂતો દ્વારા રાજ્ય સરકારે સીસીઆઈ સાથે સંકલન કરી એક જ સ્થળેથી બન્નેનું એકી સાથે પુરતું પેમેન્ટ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. લાભપાંચમથી આ કેન્દ્ર શરુ કરવાનું હોય જે આજદિન સુધી શરુ કર્યું નથી, જેથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવતો હોય જેથી તાકીદે બંને એ સંકલન કરી ખેડૂતોના હિત માટે ખરીદી કેન્દ્ર શરુ કરવાની માંગ કરવામાં આવી છે.ખેડૂતોનું હિત ઈચ્છતી સરકાર ખરેખર ખેડૂતો માટે જાહેર કરેલી ટેકાના ભાવની ખરીદી અને બોનસ સાથેનું પેમેન્ટ એકી સાથે ખેડૂતોને કરી તેને પોષણક્ષમ ભાવો મળી રહે તે બાબતે ઝડપી નિર્ણય લે તે હિતમાં છે.

Related posts

આટકોટની પાસે કાર પલટી ખાતા પના થયેલા કરૂણ મોત

aapnugujarat

જસદણમાં જીઆઈડીસી બનાવીશું : બાવળીયા

aapnugujarat

Famous People of the 21st Century: A Dialog

aapnugujarat

Leave a Comment