કડી તાલુકાનાં થોળ ગામે ‘આપણું ગુજરાત’ દૈનિક દ્વારા ‘આપણું ગામ આદર્શ ગામ’ અંતર્ગત સેમીનારનું આયોજન કરાયું હતું જેમાં ‘આપણું ગુજરાત’નાં ંતંત્રી દેવેન વર્માએ ઉપસ્થિત લોકોને સ્વચ્છતા અને શિક્ષણને લગતી માહિતી પૂરી પાડી હતી. આ સેમીનારમાં ગામનાં સરપંચ શ્રીમતી વર્ષાબેન ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં અને માજી સરપંચ કાંતિજી જીવાજી ઠાકોરનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ સેમીનારમાં તલાટી કમ મંત્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
previous post