Gujarat

ઓખી વાવાઝોડુનું સંકટ હજુ પણ અકબંધ : હજારો લોકો ખસેડાયા

તમિળનાડુ અને કેરળમાં ભારે તબાહી મચાવ્યા બાદ ઓખી વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ નબળું પડેલું ઓખી વાવાઝોડુ મધ્યરાત્રિ બાદ સુરત પાસેના કાંઠામાં ત્રાટકે તેવી શક્યતા છે. હાઈએલર્ટ વચ્ચે મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સુરતમાં મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરાઈ છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. તમામ અધિકારીઓની રજા રદ કરવામાં આવી ચુકી છે. ઓખી વાવાઝોડુ નબળુ પડી રહ્યું છે આજે બપોરે ઓખી સુરતથી દરિયામાં ૩૯૦ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં છે.જે આજે મધ્યરાત્રીએ સુરત પાસેના દરિયાકાંઠાના સંપર્કમાં આવે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.આ સાથે જ સાઈકલોનિકિ સ્ટ્રોમમાં પરિણમેલુ વાવાઝોડુ ડીપ ડિપ્રેશન કે ડિપ્રેશન સર્જશે.જેના પરિણઆમે ૬૦ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.આ પરિસ્થિતિમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજજ એવા વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત અને સાવચેત કરવામાં આવ્યા છે.ખાસ ઝૂંબેશ હાથ ધરીને ૧૩,૦૦૦થી વધુ બોટ સાથે માછીમારોને લાવવામા સફળતા મળી છે.આગામી બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના પણ વ્યકત કરવામા આવી છે.દરમિયાન તંત્ર દ્વારા કુલ મળીને ૮૯૦ પરિવારોના ૩,૩૬૦ લોકોને સલામત સ્થળે ખસેડવામા આવી છે આ સાથે જ એનડીઆરએફની ૬ જેટલી ટુકડી તૈનાત કરવામા આવી છે.બીજી તરફ આ વાવાઝોડાની અમદાવાદ ઉપર થનારી સંભવિત અસરને પહોંચી વળવા માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ ફાયરબ્રિગેડને એલર્ટ કરવામા આવ્યુ છે.ઉપરાંત તમામ અધિકારીઓની રજાઓ પણ રદ કરાવામા આવી છે.આોખીની સંભાવનાને પગલે રાજય સરકાર હાઈએલર્ટ હોવાનુ પણ રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહ.દ્વારા કહેવવામાં આવ્યું છે.આ અંગેની વિગત એવી છે કે,રાજય ઉપર તોળાઈ રહેલા ઓખી વાવાઝોડાની સંભવિત અસરોની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજયના  મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ દ્વવારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંલગ્ન તમામ જિલ્લાઓના કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને વહીવટીતંત્ર દ્વારા લેવામા આવેલા પગલાની વિગતવાર સમીક્ષા કરી હતી.તેમણે તમામ જિલ્લાઓના અધિકારીઓને એલર્ટ રહેવા તાકિદ કરી હતી.દરિયામાં ગયેલા માછીમારોને તાકિદે પરત બોલાવવા રાજય સરકાર દ્વારા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.આજે બપોર સુધીમાં ૧૩,૦૦૦ થી વધુ બોટો માછીમારો સાથે પરત આવી ગઈ છે.બાકીની બોટ પણ માછીમારો સાથે સાંજ પહેલા પરત આવી જાય એવા પગલા લેવા મુખ્ય સચિવ જે.એન.સિંહ દ્વારા સુચના આપવામાં આવી છે.રાજય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીને નુકસાન ન થાય એ માટે પણ યુધ્ધના ધોરણે પગલા લેવામાં આવ્યા છે.રાજયમાં મગફળીની ૬ લાખથી વધુ બોરીઓને ગોડાઉનમાં અથવા તો શેડમાં કે તાડપત્રી હેઠળ સલામત રાખવામાં આવી છે.મુખ્ય સચિવ જે.એન.સિંહે નાગરિકોના જાનમાલનુ નુકસાન ન થાય કે કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્રને સુસજજ રહેવા તાકીદ કરી છે.ઉપરાંત વાવાઝોડા પછી પણ પરિસ્થિતિને તરત સામાન્ય અને પૂર્વવત કરવા વહીવટીતંત્રને તૈયાર રહેવા તેમણે સુચના આપી છે.આ તરફ ઓખી વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ ફાયર વિભાગને પણ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ કરવામા આવ્યા છે.આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે એક વાતચીતમા કહ્યુ કે,અમદાવાદ ફાયરના તમામ અધિકારીઓ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાની  સાથે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી લેવામા આવી છે.જેમાં લાઈફ સેવિંગ જેકેટ,રસ્સા,બોટ,ટોર્ચ સહિતની તમામ તૈયારીઓ સાથે ટીમો પણ તૈયાર કરવામાં આવી છે.જે કોઈપણ સ્થળે પહોંચી વળવા તૈયાર છે.

Related posts

गुजरात में अब गुंडागर्दी करने वालों की खैर नहीं : रूपाणी

editor

पाटण डेमू ट्रेन से २५ दिन की नवजात बच्ची मिली

aapnugujarat

સત્ય-અસત્ય વચ્ચેની લડાઇમાં સચ્ચાઇની જ જીત થશે :રાહુલ

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat