International News

ઈરાનથી ક્રૂડની ખરીદી નહીં કરી શકે ભારત સહિતના દેશો : અમેરિકા

ભારત હવે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી નહીં કરી શકે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેથી હવે ભારત સહિત કેટલાક દેશો ઈરાન પાસેથી આવતા મહિનાથી ક્રૂડની આયાત નહીં કરી શકે. વ્હાઈટ હાઉસે સોમવારે રાતે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી.
અમેરિકાના આ નિર્ણયની ભારત પર ગંભીર અસર પડશે. ભારતની તેમની કુલ જરુરિયાતના ૮૦ ટકાથી વધુ ક્રૂડની આયાત કરે છે.વ્હાઈટ હાઉસે કહ્યું કે, ઈરાનથી ક્રૂડની આયાત બંધ થવાના કિસ્સામાં અમેરિકા, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)એ વૈશ્વિક માગને પહોંચી વળવા સમય પર યોગ્ય પગલાં લેવા તૈયાર છે.
વધુમાં કહ્યું કે, ઈરાનની વિનાશક ગતિવિધિઓને કારણે મધ્ય પૂર્વની સુરક્ષા માટે ઉભા થતાં ખતરાને ખત્મ કરવા માટે ટ્રમ્પ સરકાર પ્રતિબદ્ધ છે.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે વોશિગ્ટનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનાની શરુઆતમાં સમાપ્ત થઈ રહેલી છૂટને આગળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો ઉદેશ્ય ઈરાનની ઓઈલ નિકાસ શૂન્ય પર લાવવાનો છે. ક્રૂડ ઓઈલ ઈરાન સરકારની આવકનો પ્રમુખ સ્ત્રોત છે. અમેરિકાએ નક્કી કર્યું છે કે હવે એક પણ દેશ ઈરાન પાસેથી ઓઈલ ખરીદી નહીં શકે. ૨જી મેથી આ પ્રતિબંધ લાગુ પડશે.
થોડા મહિના પહેલાં ભારત, ચીન, જાપાન સહિતના અમુક દેશોની પેટ્રોલિયમની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઈરાન સાથે ઓઈલનો વેપાર કરવાની છૂટ આપી હતી. જોકે, ઈરાન પાસેથી પેટ્રોલિયમની ખરીદી ઉપર પ્રતિબંધ મૂકાતા હવે ભારત, ચીન, જાપાન, ઈટાલી, ગ્રીસ, તૂર્કી, સાઉથ કોરિયા, તાઈવાને ઈરાન સાથે કરેલા ઓઈલ ખરીદીના સોદા પણ રદ કરવા પડશે.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે જ્યાં સુધી ઈરાનના નેતાઓનું વર્તન બદલાશે નહીં, ત્યાં સુધી અમેરિકા ઓઈલની ખરીદી ઉપર પ્રતિબંધ ચાલુ રાખશે. ઈરાન ઉપર દબાણ મુકવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે અને જ્યાં સુધીમાં એમાં સફળતા નહીં મળે ત્યાં સુધી એક પણ દેશને ઈરાન પાસેથી ઓઈલની ખરીદીની છૂટ મળશે નહીં.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા અને સહયોગી દેશ સાઉદી અરબ ક્રૂડનો પુરવઠો પૂરો પાડવામાં મદદ કરશે. તેમણે ઈરાનથી ઓઈલની નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય લીધા બાદ ટ્રમ્પે ટ્‌વીટ કરીને લખ્યું કે, ઈરાન પર હવે અમારા પૂર્ણ પ્રતિબંધ બાદ સાઉદી અરબ અને ઓપેક રાષ્ટ્રો ક્રૂડ ઓઈલના પુરવઠામાં કોઈ પણ પ્રકારના ઘટાડાની ભરપાઈ કરશે.

Related posts

પાકિસ્તાન જાધવ વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રજૂ કરશે પૂરાવા

aapnugujarat

IMF : पाक को राहत पैकेज की दूसरी समीक्षा पर सहमत

aapnugujarat

Americaએ ભારતને સોંપ્યા ૧૦૦ વેન્ટિલેટર

editor

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat