Gujarat

ઈડરના યુવાને માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કર્યું

ઈડરના યુવક કેશવ ભાવસારે હિમાલયની તળેટીમાં આવેલું ૧૭૩૫૨ ફૂટ ઊંચુ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સરકરવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદની ઈનવીનસિબલ એનજીઓ બિન-નફાકારક સંસ્થા છે, જે યુવાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને જેના દ્વારા આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લા, પીર પંજલ રેન્જમાં આવેલું છે. આ વિશાળ શિખરની ઉંચાઇ દરિયાઇ સપાટીથી લગભગ ૫,૨૮૯ મીટર (૧૭,૩૫૨ ફુટ) છે. આ શિખર બિંદુએ એક જ સમયે અને અવકાશમાં અદ્‌ભુત ત્રણ પર્વતમાળાઓ છે જેમાં ગ્રેટ હિમાલય, પીર પંજલ અને ધૌલાધરનોસમાવેશ થાય છે.
ઈડરના ૨૩ વર્ષીય યુવક કેશવ ભાવસાર છેલ્લાં બે મહિનાથી આ અભિયાન માટે તૈયારી કરી રહ્યા હતા જેમાં રોજ ૫ કિલોમીટર રનિંગ કરવાનું અને સાથે સખત અભ્યાસ પણ ખરો. આ અભિયાનને લાયક બન્યા પછી આ શિખર સર કરવા હું અને મારી સાથે બીજા ૧૨ પર્વતારોહકોની ટીમ રવાના થઈ. ૧ સપ્ટેમ્બર, ૨૦૧૯નાં રોજ જંગલમાં ટેન્ટ બાંધીને રહેવાનું અને દરરોજ ૧૦ થી ૧૨ કિલો મીટર ટ્રેક કર્યા પછી ૧૪૫૦૦ ફૂટ પર પહોંચ્યાં અને ૮ સપ્ટેમ્બરના રોજ સવારે ૧.૩૦ વાગ્યે ટીમ સમિટ માટે નીકળી જેમાં ૧૩ પર્વતારોહક સાથે ૩ ઇન્સ્ટ્રક્ટર હતા. આખી રાત ચઢાઈ કરી, જેમાં એમને વચ્ચે લપસી જવાય એવા પથ્થરો મળ્યા અને આઇસ જે જેની ઉપર ચાલવું સરળ નહતું તેમ છતાં ખૂબ સાહસ કરીને ટીમે ચઢાઈ કરી અને સવારે ૯ઃ૨૦ કલાકે ૭ પર્વતારોહક અને ૨ ઇન્સ્ટ્રક્ટર સાથે તિરંગો લેહરાવી -૫ થી -૧૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે શિખર સર કર્યું હતું.
ચોમાસાની ઋતુ દરમ્યાન ખૂબ ઊંચાઈવાળા બરફાચ્છદિત પર્વતો પર ચઢાઈ ટેકનિકલ રીતે ખૂબ કપરી રહે છે. આ સમયગાળામાં બરફના ગ્લેશિયર્સમાં ખુલ્લી તિરાડોમાં પડી જવાનું જોખમ ડગલે ને પગલે રહેલું હોય છે તેવામાં -૫ થી -૧૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ખૂબ પાતળી હવા વચ્ચે કરેલું આ સફળ ચઢાણ ખરેખર કાબિલેદાદ છે. આ સમગ્ર અભિયાન તથા તેનો ખર્ચ મહદઅંશે એનજીઓ દ્વારા પ્રાયોજિત કરવામા આવેલો હતો.
ગુજરાતનાં વધુ ને વધુ યુવાનો આવા અભિયાનમાં ભાગ લે અને શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા કેળવી સાહસિક અભિગમ જગાવે અને પર્યાવરણ પ્રત્યે સભાનતા દર્શાવે તેવા મુખ્ય હેતુ માટે કાર્યરત આ સંસ્થા પણ એટલી જ પ્રશંસાને હકદાર છે. ઈડર તાલુકાના પહેલો એવા યુવક કેશવ ભાવસાર જે આટલી ઊંચાઈ પર જવાનું સાહસ કર્યું છે જે સમગ્ર જિલ્લા અને ઈડર માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ઠગ દંપત્તિ ઝડપાયું

aapnugujarat

उत्तरी गुजरात, सौराष्ट्र -कच्छ क्षेत्र में भारी वर्षा की संभावना

aapnugujarat

પ્રદૂષણ ફેલાવતાં ઔદ્યોગિક એકમમાં અમદાવાદ મોખરે

aapnugujarat

Leave a Comment