BuisnessInternational News

ઇન્ફોસીસ ૧૦૦૦૦ અમેરિકી કર્મીઓની ભરતી કરવા તૈયાર

આઇટીની મહાકાય કંપની ઇન્ફોસીસ દ્વારા આગામી બે વર્ષમાં ૧૦૦૦૦ અમેરિકન લોકોની ભરતી કરવામાં આવનાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઇફેક્ટ હવે દેખાઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હાલમાં જ કહેવામાં આવ્યું હતું કે, અમેરિકામાં રહેલી કંપનીઓને દેશના લોકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવી પડશે. અમેરિકન વર્કરોથી નોકરી આંચકી લેવાને લઇને ડોનાલ્ડ ટ્રમ્પે લાલઆંખ કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રને સંતુષ્ટ કરવાના ઇરાદાથી ઇન્ફોસીસ ૧૦૦૦૦ અમેરિકન લોકોને નોકરી આપનાર છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આઉટ સો‹સગના મામલામાં ખુબ જ ગંભીર છે. એચ-વનબી ઇફેક્ટ આમા દેખાઈ રહી છે. નવી ટેકનોલોજી માટે ઇનોવેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ જેવી નવી ટેકનોલોજી માટે ચાર ઇનોવેશન સેન્ટર પૈકી પ્રથમ ઇÂન્ડયાનામાં ઓગસ્ટમાં શરૂ થઇ જશે. ઇÂન્ડયાના અમેરિકાના ઉપપ્રમુખ માઇક ટેન્સના વતન તરીકે છે. આ સેન્ટર ૨૦૨૧ સુધી અમેરિકન વર્કરો માટે ૨૦૦૦ જાબ ઉભી કરે તેવી શક્યતા છે. ઇન્ફોસીસના સીઈઓ વિશાલ સિક્કા દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. ઇન્ફોસીસ વૈશ્વિકરીતે ૨૦૦૦૦૦ લોકો કર્મચારી તરીકે ધરાવે છે. અમેરિકામાં તેના સ્થાનિક લોકોની સંખ્યામાં તે વધારો કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો મુજબ તે આગળ વધવા માંગે છે. અમેરિકામાં એÂન્જનિયરોને મોકલવા માટેની પ્રક્રિયામાં પણ તે વ્યસ્ત રહેવા માંગે છે. આ હિલચાલને અમેરિકામાં કંપની માટે લેબર ખર્ચમાં વધારા તરીકે પણ જાવામાં આવે છે. આગામી થોડાક મહિનામાં અન્ય ત્રણ સેન્ટરોમાં સ્થળના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. ટેકનોલોજી અને ઇનોવેશનમાં તાલીમ પામેલા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે સાથે ફાઈનાÂન્સયલ સર્વિસ, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, રિટેલ, એનર્જી જેવા ચાવીરુપ ક્ષેત્રમાં તેની ભૂમિકા રહી શકે છે. નોર્થ અમેરિકન માર્કેટમાં ઇન્ફોસીસનું મહત્વપૂર્ણ સ્થાન રહેલું છે. સિક્કાનું કહેવું છે કે, અમેરિકામાં કઠોર વિઝા ધારાધોરણની અસરકારકતાને ઘટાડવાના હેતુસર આ પગલા લેવામાં આવી રહ્યા નથી. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, વર્ચ્યુઅલ રિયાલીટી જેવી નવી ટેકનોલોજીના ઉપયોગમાં વધારો થઇ રહ્યો છે. પરંપરાગત પ્રોજેક્ટો પણ મોટાભાગે ઓટોમેટેડ થઇ રહ્યા છે. તેમણે કહ્યું છે કે, અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો બિલકુલ આધારવગરના છે. આઈટીની મહાકાય કંપનીના બચાવમાં ઇન્ડસ્ટ્રી બોડી નાસ્કોમે કહ્યું છે કે, વિઝાના સંદર્ભમાં અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો બિલકુલ આધારવગરના છે. બંને કંપનીઓએ વર્ષ ૨૦૧૪-૧૫માં મંજુર કરવામાં આવેલા એચ-૧બી વિઝા પૈકી માત્ર ૭૫૦૪ વિઝા જ મેળવ્યા છે અથવા તો કુલ વિઝા પૈકી ૮.૮ ટકા વિઝા મેળવ્યા છે. ઇન્ફોસીસમાં તેના પેરોલ ઉપર બે લાખથી પણ વધુ લોકો છે. ટેક કંપનીઓ દ્વારા ક્લાઇન્ટ સાઇટ ઉપર કામ કરવા એÂન્જનિયરોને મોકલવા એચ-૧બી વિઝા જેવા વર્ક પરમિટનો ઉપયોગ કરવામાં આવે છે.

Related posts

उत्तर कोरिया मई में बंद करेगा न्यूक्लियर टेस्ट साइट

aapnugujarat

कारोबार को बंद करने से पाकिस्तान को ही झटका

aapnugujarat

कोरोना वैक्सीन की दूसरी पीढ़ी उपलब्ध होने के बाद ही सामान्य होगी स्थिति : बिल गेट्स

editor

Leave a Comment