International NewsLatest news

ઇન્ડોનેશિયા ભૂકંપ : મૃતાંક ૯૬ને પાર

ઇન્ડોનેશિયના દ્ધિપ લોમબોકમાં આવેલા વિનાશકારી ધરતીકંપમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૯૬ ઉપર પહોંચી ગયો હતો. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા સેંકડોમાં પહોંચી ગઇ છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત હજુ પણ ગંભીર બનેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કાટમાળને દુર કરવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે. જો કે સુનામીની ચેતવણી હવે રદ કરવામાં આવી ચુકી છે. આફ્ટરશોક્સનો દોર જારી હોવાથી લોકોમાં દહેશત અકબંધ રહી છે.ઈન્ડોનેશિયાના લોમબાક દ્વિપમાં ગઇકાલે પ્રચંડ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ભારે તબાહી થઇ છે. રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા સાતથી વધુ હોવાનું પણ જાણવા મળ્યુ છે. ભૂકંપનો આંચકો આવ્યા બાદ સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી જો કે આજે સવારે આચેતવણી રદ કરવામાં આવ્યા બાદ લોકોની દહેશત કેટલાક અંશે દુર થઇ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટર અંદર હતુ. જેથી વધારે નુકસાન ટળી ગયુ છે. એક સપ્તાહની અંદર જ બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે. સપ્તાહ પહેલા જ અહીં ભૂંકપમાં ૧૭ લોકોના મોત થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. લોકોને દરિયાથી દુર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. ઉંચાણવાળા વિસ્તારો પર જતા રહેવા કહેવામાં આવ્યું હતું. દહેશતમાં ન રહેવા માટે પણ કહેવામાં આવ્યું હતું. લામબાકના નિવાસીઓએ ક્યું હતું કે આંચકો એટલો પ્રચંડ હતો કે લોકો ઘરમાંથી બહાર દોડી ગયા હતા. લોકોમાં ભારે દહેશત દેખાઈ રહી હતી. એક સપ્તાહ પહેલા જ ૬.૪ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેમાં ૧૭ લોકોના મોત થયા હતા. સેંકડો ઈમારતોને નુકસાન થયું હતું. ઈન્ડોનેશિયા વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જે રીંગ ઓફ ફાયર ઉપર સ્થિત છે. જ્યાં કુદરતી હોનારતોની સંભાવના સૌથી વધારે રહે છે. ૨૦૦૪માં ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વિપ ઉપર ૯.૪ની તીવ્રતાનો પ્રચંડ આંચકો આવ્યો હતો. જેના કારણે વિનાશકારી સુનામીના લીધે વિશ્વના ૧૨ દેશોમાં નુકસાન થયું હતું. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ સુનામીમાં ૨૨૦૦૦૦ લોકોના મોત થયા હતા. એકલા ઈન્ડોનેશિયામાં ૧૬૮૦૦૦ લોકોના મોત થયા હતા.

Related posts

डोकलाम पर हमारी नजर : रक्षा मंत्री निर्मला सीतारमण

aapnugujarat

જૂનમાં બ્લેકલિસ્ટ થઈ શકે છે પાકિસ્તાનનું અર્થતંત્ર

aapnugujarat

મેડિકલ સર્ટિ વગર સારવાર માટે ઇપીએફ ઉપાડી શકાશે

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat