National

આસામ લઠ્ઠાકાંડમાં મૃતાંક વધીને ૧૩૩ ઉપર પહોંચ્યો

આસામમાં લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો આજે વધીને ૧૩૩ ઉપર પહોંચ્યો હતો. ૨૦૦થી વધુ લોકો હજુ પણ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે પૈકી ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ગોલાઘાટ અને જોરહાટ જિલ્લામાં આ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ મુકેશ અગ્રવાલે માહિતી આપતા કહ્યું છે કે, મોતનો આંકડો ૧૩૩ ઉપર પહોંચ્યો છે. સેંકડો લોકો હજુ સારવાર હેઠળ છે. બીજી બાજુ આસામમાં ઝેરી શરાબના નિર્માણ અને વેચાણના સંદર્ભમાં ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ ઝેરી શરાબને આસામી ભાષામાં સુલાઈમુડ કહેવામાં આવે છે. બીજી બાજુ આ શરાબના સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ૨૨મી ફેબ્રુઆરી બાદથી ૪૮૬૦ લીટર શરાબનો જથ્થો જબ્ત કરાયો છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અત્રે નોંધનીય છે કે, આસામના ગોલાઘાટ જિલ્લાના એક ચાના બગીચામાં ઝેરી શરાબ પીધા બાદ હજુ સુધી ૧૩૩ લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં અનેક મહિલાઓનો સમાવેશ થાય છે. હજુ પણ જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાની હોસ્પિટલમાં ૨૦૦થી વધારે લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. ૪૦૦થી વધુ લોકોએ ગુરૂવારના દિવસે ચાના એક બગીચામાં શરાબનો ઉપયોગ કર્યો હતો. શરાબની એક દુકાનમાંથી આ ખરીદી કરવામાં આવી હતી. આ લોકો સાલીમીરા ચા બગીચામાં કામ કરી રહ્યા હતા. પોલીસે આ ઘટનાના સંબંધમાં ૧૦ લોકોની ધરપકડ કરી છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલે ઘટનાની તપાસના આદેશ કરી દીધા છે. ઘટનાને લઈને જિલ્લાના બે એક્સાઈઝ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગોલાઘાટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી રહેલા તબીબોનું કહેવું છે કે દેશી ઝેરી શરાબ પીધા બાદ આ તમામ લોકોના મોત થાય હતા. હોસ્પિટલમાં લાવવામાં આવેલા મોટાભાગના લોકોની હાલત ગંભીર હતી. મોતને લઈને ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ અપર અસામ મંડળ સોનવાલના મામલાની તપાસનો આદેશ જારી કર્યા છે. આસામમાં આક્રમક કાર્યવાહીનો દોર હવે શરૂ થઈ ચુક્યો છે. જોકે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે ૨૦૦થી વધુ લોકો હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Related posts

હિન્દુ ધર્મની સામે કાવતરા ઘડાઈ રહ્યા છે : ધર્મ સંસદમાં સંઘના વડા દ્વારા તીવ્ર પ્રતિક્રિયા

aapnugujarat

જીએસટી : હવે ૫ -૧૨ ટકાના સ્લેબમાં પણ ફેરફારો થઇ શકે

aapnugujarat

યુપીમાં યુરિયાની કિંમતમાં ૧૦ ટકા સુધી ઘટાડો થયો

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat