Education

આવતીકાલે ગુજકેટ પરીક્ષા

રાજ્યની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા આવતીકાલે તા.૨૬ એપ્રિલે યોજાશે. ત્યારે આવતીકાલે હીટવેવની ગંભીર અસર અને સંભવિતઃ ૪૫ ડિગ્રી તાપમાન વચ્ચે રાજ્યના ૧.૩૬ લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. આજે સાંજે ૪ થી ૬ વાગ્યાથી શાળામાં જઈ વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોવા ઉમટયા હતા. ધો. ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેના આશરે ૧.૩૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. આશરે સાત હજાર જેટલા વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટિકિટ લીધી નથી. અમદાવાદમાં ૪૫ સેન્ટર પર ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ પડ્‌યા બાદ હવે ફાઇનલી આવતીકાલે તા.૨૬ એપ્રિલે ગુજકેટ પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષાની બેઠક વ્યવસ્થા જોવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આજે સાંજના ૪.૦૦ થી ૬.૦૦ વાગ્યા સુધી દરેક શાળા ખુલ્લી રખાઇ હતી અને જ્યાં વિદ્યાર્થીઓ-વાલીઓ બેઠક વ્યવસ્થા જોવા ઉમટયા હતા. રાજ્યની એન્જનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) ફરજિયાત બનાવવામાં આવી છે. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેના આશરે ૧.૩૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ચાર વખત પરીક્ષાની તારીખ બદલીને છેવટે તા. ૨૩ એપ્રિલ જાહેર કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતમાં તા. ૨૩ એપ્રિલના રોજ ચૂંટણી હોવાથી ફરી આ તારીખમાં ફેરફાર કરવો પડ્‌યો હતો. ગુજરાત બોર્ડ દ્વારા અગાઉ માર્ચના અંતે પરીક્ષા જાહેર થઈ હતી. ત્યારબાદ તા. ૪ એપ્રિલની નવી તારીખ અપાઈ હતી. આ તારીખ દરમિયાન જ સીબીએસસી બોર્ડ એક્ઝામ આવતી હોવાથી ગુજકેટની તારીખ તા. ૨૩ એપ્રિલના રોજ લઈ જવાઈ હતી. ગુજકેટ માટે બોર્ડે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવી દીધી છે. ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા પછી ફરવા જવાનું પણ આયોજન કરી દીધું હતું, પરંતુ ફરી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલાવાના કારણે રાજ્યભરમાં પરીક્ષા હોવા છતાં ૭૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટિકિટ લીધી નથી. શહેરનાં ૪૫ જેટલાં સેન્ટર પર ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાયું છે. એના માટે શાળાઓ સહિતની માહિતી વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી છે. જેના અનુસંધાનમાં આવતીકાલની ગુજકેટની પરીક્ષાને લઇ વિદ્યાર્થી પોતાની બેઠક વ્યવસ્થા આજે જોવા સાંજે વિવિધ શાળાઓના પરીક્ષા કેન્દ્રો પર ઉમટયા હતા. આવતીકાલે ગરમીનો પારો ૪૫ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા હોવાથી કેન્દ્રો પર ઠંડા પાણી, છાશ સહિતની વ્યવસ્થા પણ કેટલાક સંચાલકો અને સત્તાવાળા દ્વારા કરવામાં આવી છે.

Related posts

Admission Officers of top US Universities visit DPS Bopal, to apprise students on higher education options

aapnugujarat

ગાયનેક ડોકટર માટે તાલીમ અને પરીક્ષા ફરજિયાત

aapnugujarat

ધો.૧૨ સાયન્સના ચોથા સેમેસ્ટરની પૂરક પરીક્ષા આઠ જુલાઈથી

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat