Latest newsNational

અશોક ગેહલોતનો આરોપ : પ્રશાંત કિશોરની ટીમ છે ભ્રષ્ટાચારનો અડ્ડો

વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી માટે ચૂંટણી ઝુંબેશની જવાબદારી સંભાળનારા પ્રશાંત કિશોરને મોટા વ્યૂહરચનાકાર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૧૭માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ મજબૂત કરવાની જવાબદારી પણ પીકેને સોંપવામાં આવી હતી.જોકે પરિણામ ખૂબ જ નિરાશાજનક આવ્યું હતું. અને કોંગ્રેસ પીકે સાથે છેડો ફાડ્યો હતો. જોકે રાહુલ ગાંધીની ટીમનો અગત્યનો ભાગ રહેલા પ્રશાંત કિશોર પર હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે આરોપ લગાવ્યો છે કે, પ્રશાંત કિશોરની ટીમ ભ્રષ્ટાચારનો અડ્ડો હતી. સારું થયું કે કોંગ્રેસ પાર્ટીને પ્રશાંત કિશોરથી છુટકારો મળી ગયો.
અશોક ગેહલોતનું આ નિવેદન એ વિવાદ બાદ આવ્યું છે, જેમાં કોંગ્રેસના નેતાઓને ટિકિટ પાક્કી હોવાના ફોન આવી રહ્યા છે.આપને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. જેને લઈને હાલમાં પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે. આવામાં કેટલાક નેતાઓને ફોન આવી રહ્યાં છે કે, ટિકિટ આપવા માટેના સર્વેમાં એમનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે.અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું કે, આ પ્રકારના ફોન કોલ્સના કારણે કેટલાક પદાધિકારીઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં આ વાતની સ્પષ્ટતા થઈ હતી. ગેહલોતે કહ્યું કે, આપ લોકો જાણો છો કે, તેઓ ક્યાં ચાલ્યા ગયા છે. પ્રશાંત કિશોરની ટીમ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હતી.

Related posts

Ram Rahim’s petition dismisses, HC imposes fine of Rs 50,000

aapnugujarat

BJP सरकार ने अर्थव्यवस्था की हालत पंचर कर दी : प्रियंका गांधी

aapnugujarat

સટ્ટાબજારમાં તેજી : એનડીએ ૩૦૦થી વધુ બેઠકો જીતશે

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat