ઉત્તર પ્રદેશની અલાહાબાદ યુનિવર્સિટીમાં દરોડા દરમિયાન પોલીસે બોમ્બ બનાવવાના સાધનો જપ્ત કર્યા છે. પોલીસે દરોડા દરમિયાન ૫૮ રૂમોને સીલ કરાયા છે અને કેટલીક ગાડીઓ પણ જપ્ત કરી છે. પોલીસના દરોડા દરમિયાન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસે આ કાર્યવાહીમાં રૂમોની ચીવટપૂર્વક તપાસ કરી અને ગેરકાયદેસર રીતે કબ્જો જમાવીને વિદ્યાર્થીઓને રૂમોમાંથી બેદખલ કરી દીધા છે. પોલીસે હોસ્ટેલને ખાલી કરાવવા માટે અર્ધસૈનિક દળોની પણ મદદ લીધી અને મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ દરોડાની કાર્યવાહી દરમિયાન હાજર રહી હતી.
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રિચા સિંહે વહીવટીતંત્રની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને હોસ્ટેલ પર કરવામાં આવેલા દરોડા વિરુદ્ધ ટ્વીટ કરી છે.
અલાહાબાદ જિલ્લા વહીવટીતંત્ર અને યુનિવર્સિટી વહીવટી તંત્ર પોતાની નાકામીને છુપાવવા, અરાજકતા અને ગુના પર લગામ મેળવવામાં અસમર્થ છે. પોતાની નાકામીનો દોષનો ટોપલો વિદ્યાર્થીઓ પર ફોડવા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં રહેનાર સામાન્ય વિદ્યાર્થીઓને જિલ્લા વહીવટીતંત્ર પોતાની પ્રવૃતિઓનો શિકાર બનાવી રહી છે.