Uncategorized

અમરેલી-ધોરાજીમાં આજે લોકસભા ક્લસ્ટર સંમેલન

પ્રદેશ ભાજપા મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આવતીકાલે તારીખ ૨૦ ફેબ્રુઆરીએ અમરેલી તથા ધોરાજી(રાજકોટ) ખાતે લોકસભા બેઠકોના ક્લસ્ટર સંમેલનો યોજાશે. જેમાં ગણેશ પાર્ટી પ્લોટ, લાઠી બાયપાસ રોડ, સહજ સીટીની પાસે, અમરેલી ખાતે સવારે ૧૦.૦૦ કલાકે અમરેલી અને ભાવનગર લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે તથા જય પાર્ટી પ્લોટ, આવકાર હોટલની બાજુમાં, જેતપુર રોડ, મુ.ધોરાજી, રાજકોટ ખાતે બપોરે ૩.૦૦ કલાકે જામનગર, પોરબંદર અને જુનાગઢ લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે. આ ક્લસ્ટર સંમેલનોમાં લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર તથા સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ક્લસ્ટર સંમેલનોમાં લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારી, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ, લોકસભા સીટના વિસ્તારકો, સંકલન સમિતિના સભ્યઓ, પ્રદેશ પદાધિકારીઓ, પ્રદેશ કારોબારી સભ્યઓ, મંડલ પદાધિકારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારઓ, પ્રદેશ અને જીલ્લા/મહાનગરના મોરચા પદાધિકારીઓ, મંડલ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારીઓ, બોર્ડ-નિગમના પદાધિકારીઓ તથા પૂર્વ સાંસદ-ધારાસભ્યઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે. દરમિયાન ભાજપા પ્રદેશ મીડિયા સેલની અખબારી યાદી જણાવે છે કે, આવતીકાલે કેન્દ્રીય રેલ રાજયમંત્રી તથા કેન્દ્રીય સંચાર મંત્રી (સ્વતંત્ર હવાલો), મનોજ સિંહા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મનોજ સિંહા બપોરે ૧.૦૦ વાગ્યે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધશે. ત્યારબાદ ૨.૦૦ વાગ્યે સાણંદ ખાતે જવા રવાના થશે.

Related posts

Google Home One-ups Amazon Echo, Now Lets You Call phones

aapnugujarat

जसदण विधानसभा सीट पर उप चुनाव : मतदान करने के लिए १२ वैकल्पिक दस्तावेज मान्य

aapnugujarat

હેરોઈન કેસ : ૫ કરોડની લાલચે જહાજ ઈજિપ્તના બદલે ગુજરાત લવાયું

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat