એક અઠવાડિયામાં એકવાર તો જંકફુડ ખાવું જ જોઈએ, આ રહ્યું મહત્વનું કારણ

સામાન્ય રીતે જંકફૂડ ખાવું એ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક કહેવામાં આવે છે. પણ એક અઠવાડિયામાં એક વખત તો જંકફૂડ ખાવું જરૂરી માનવામાં આવે છે. તમે જેવી બૉડી જોઇએ છે એવી ઝડપી મેળવી લેવી એ કોઈ સરળ કામ નથી. આવી બૉડી મેળવાવા માટે ઘણી બધી મહેનત પણ કરવી પડે છે તેની સાથે સાથે પોતાના ગમતા ફૂડને બાય પણ કહેવું પડે છે. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખીને તમે ફિટનેસ ગોલને જરૂરી પ્રમાણમાં મેન્ટેન કરી શકો છો.

અઠવાડિયામાં એક વખત જંકફૂડ જરૂર ખાવ પરંતુ :- તમારે જંકફૂડ હંમેશા માટે છોડાવની કોઈ જ જરૂર નથી. ઓછામાં ઓછું એક વખત જંક ફૂડ ખાવું પણ જરૂરી છે. જેના લીધે તમે પોતાની બૉડીની વિશને કોઈપણ જાતનું નુકસાન કર્યા વગર પુરી શકો છો. જેનાથી મેટાબોલિજ્મ ઝડપી થાય છે. બૉડી વધારે કેલેરી બર્ન કરે છે. પરંતુ એટલું હંમેશા માટે યાદ રાખવું જોઈએ કે એક જ વખત લેવું, આખો દિવસ જંકફૂડ ખાવું હાનીકારક છે.

સૉસની માત્રા ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ :- કેટલાક લોકો માટે ફાસ્ટ ફૂડ કેચઅપ, માયોનીઝ, બાર્બેક્યુ સૉસ વગર અધુરો ઘણી શકાય છે. જેમાં વધારે પ્રમાણમાં કેલેરી હોય છે તેથી આનાથી બને એટલું દૂર રહેવું અથવા આને ખાવાનું ઓછું કરી દેવું.

ફાસ્ટ ફૂડ ખાતા પહેલા થોડાક પ્રમાણમાં પાણી પીવું જોઈએ :- ફાસ્ટ ફૂડથી દરેકને એ સમસ્યા વધુ થાય છે કે લોકો વધારે પ્રમાણમાં ફસ્ટફૂડ જમી લે છે. જેનાથી બચવા અથવા દૂર રહેવા માટે તમે પહેલાથી જ થોડુંક પાણી પી લો. જેના લીધે તમારું પેટ પહેલાથી ભરેલું હશે એટલે વધારે ફાસ્ટફૂડ નહીં ખાઇ શકો.

થોડુંક સમજી વિચારીને ખાઓ :- ધ્યાન રાખો કે તમે જે ખાઇ રહ્યા છો તે તમારા શરીર તથા મગજ ઉપર શું અસર પાડી શકે છે. એટલા માટે જંકફૂડને તમે સારી રીતે ચાવી અને ધીમે ધીમે ખાઓ. આમ કરવાથી ફૂડના પાચન ક્રિયામાં પણ આસાની રહેશે.

પોર્શનનું પણ ધ્યાન રાખો :- ફાસ્ટફૂટમાં વિવિધ પ્રકારની અનહેલ્દી વસ્તુઓ જેવી કે, ખાંણ, સેચુરેટેડ ફેટ્સ, ટ્રાંસ ફેટ્સ અને વધારે પ્રમાણમાં કેલેરી હોય છે. અઠવાડિયામાં એકવાર ફાસ્ટફડ ખાવાથી વધારે અસર નથી પડતી પરંતુ તમારે ફાસ્ટફૂટને આદત બનાવવી ન જોઇએ.

Related posts

આવી રીતે બનાવો બિસ્કીટ ભાખરી…એકદમ સરળ રીતે

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

સીંગપાક બનાવાની એકદમ સરળ રીત