સોનપાપડીમાંથી બનાવો 5 ટેસ્ટી વાનગી

દિવાળીના આગમનથી જ  ઘરમાં વિવિધ જાતની મીઠાઇ આવે છે. પણ આ બધાની વચ્ચે મોટાભાગે મહેમાનો ઘરે સોનપાપડીનો ડબ્બો જરૂરથી લાવતા હોય છે. બહુ બધીવાર ઓફિસથી પણ સોનપાપડી જ મળે છે. સોન પાપડી સુકી મીઠાઇમાં ગણવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી. વળી અન્ય મોંઘી મીઠાઇના બદલે તે સસ્તી પણ હોય છે. જો તમારા ઘરે પણ દિવાળીના કારણે બહુ બધી સોનપાપડી પડી રહી હોય, અને હવે આ મીઠાઇ શું કરવું તે ચિંતા તમારા મનમાં હોય તો હવે થોડાક નિશ્ચિત થઇ જાવ. કેમ કે અમે તમને સોનપાપડીમાંથી બનતી વિવિધ 5 ટેસ્ટી વાનગીઓ જણાવીશું.

• સોનપાપડીની બર્ફી

સોનપાપડીને થોડાક નાના પ્રમાણમાં વાટીને તેનો પાવડર બનાવો. પછી તે પાવડરને દૂધમાં ભેળવો તેને પકાવો. ઇચ્છો તો આમાં થોડો માવો પણ એડ શકો છો. હવે આ સંપૂર્ણ મિશ્રણને એક ટ્રેમાં સેટ કરી દો અને અડધો કલાક પછી તેના મનગમતા ટુકડામાં કાપી લો.

સોનપાપડીની ખીર

દિવાળીમાં વધેલી સોનપાપડીમાંથી તમે ખીર પણ જાતેજ બનાવી શકો છો. સોનપાપડીને ક્રશ કરી તેને દૂધમાં ભેળવો અને તેમાં થોડાક પ્રણમમાં ડ્રાયફૂટ નાખી થોડીવાર ગરમ કરો તેથી ટેસ્ટી ખીર બનશે.

સોનપાપડી કસ્ટર્ડ

વધેલી સોનપાપડીમાંથી તમે યમ્મી કસ્ટર્ડ પણ બનાવી શકો છો. આ કરવા માટે તમે એક પાનમાં એક લીટર દૂધ લો, તેમાં 200 ગ્રામ સોનપાપડી, થોડા ફળ અને થોડોક કસ્ટર્ડ પાવડર ભેગો કરો. આ સંપૂર્ણ મિશ્રણમાં ખાંડ નાખવાની કોઈ જ જરૂર નથી. અને બસ આ રીતે ટેસ્ટી કસ્ટર્ડ રેડી થઇ જશે.

મીઠી કચોરી

તમે તીખી અને તમતમતી કચોરી તો બહુ વાર જમ્યા હશો પણ સોનપાપડીનો ઉપયોગ કરીને તમે મીઠી કચોરી નહિ બનાવી હોય પણ તમે સોનપાપડીનો ઉપયોગ કરીને બનાવી શકો છો. કચોરીની જેમ જ બધું બનાવાનું છે બસ પૂરણમાં સોન પાપડીનો ભૂક્કો, ડ્રાયફ્રૂટ અને ઇલાયચીનો પાવડર ભેગો કરી ઉમેરવાનો છે. અને મીઠી કચોરી તળી તમે મહેમાનોને પણ ટેસ્ટ કરાવી શકો છો.

Related posts

આવી રીતે બનાવો બિસ્કીટ ભાખરી…એકદમ સરળ રીતે

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

સીંગપાક બનાવાની એકદમ સરળ રીત