આવી રીતે બનાવો બિસ્કીટ ભાખરી…એકદમ સરળ રીતે

ખાસ કરીને ગુજરાતી લોકોના ઘરે ભાખરી બનતી હોય છે. જેમાથી એક છે બિસ્કીટ ભાખરી, જે ખાવામાં એકદમ ક્રિસ્પી અને બિસ્કીટ જેવી લાગે છે.

સામગ્રી:-

૨ કપ જાડો લોટ

ઘી ૪ મોટી ચમચી

૧ મોટી ચમચી જીરું

મીઠું સ્વાદ અનુસાર

આજે અમે તમને બતાવીશું કેવી રીતે બનાવાય બિસ્કીટ ભાખરી..

સૌ પ્રથમ દરેક સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી દો અને પૂરતુ પાણી લઈને કડક લોટ બાંધો. લોટમાં ઘીનું પૂરતુ મોણ હશે તો જ ભાખરી કડક બનશે. લોટને બાંધ્યા પછી તરત ભાખરી વણવાને બદલે તેને 15થી 20 મિનિટ સાઈડમાં મૂકી દો. લોટના એક સરખા બાર લૂઆ પાડી દો.

લૂઆ વણતી વખતે ખાસ ધ્યાન રાખો કે ભાખરી બહુ પાતળી ન વણાઈ જાય. ભાખરી સહેજ જાડી હશે તો જ તે કડક થશે. હવે કાપડથી સહેજ હળવે હાથે દબાણ આપતા આપતા બંને બાજુ તને શેકી લો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય અને ભાખરી કડક થાય ત્યાં સુધી તેને શેકો. આમ કરવાથી ભાખરી એકદમ ક્રિસ્પી અને કડક થશે. ત્યાર બાદ તમારી ભાખરી તૈયાર છે

Related posts

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

સીંગપાક બનાવાની એકદમ સરળ રીત

ટેસ્ટી દાળવડા બનાવો એકદમ સરળ રીતે!