શું તમે રોજ એકના એક નાસ્તાથી કંટાળી ગયા છો, તો બનાવો સ્વાદિષ્ટ ખાંડવી

જો તમે પણ રોજ એકના એક નાસ્તાથી કંટાળી ગયા છો તો ઘરે બનાવો ચટપટી અને સ્વાદિષ્ટ ખાંડવી..

સામગ્રી

1 કપ- ચણાનો લોટ
1 કપ વલોવેલુ દહીં
1/2 ચમચી- મીઠું સ્વાદનુસાર
1/2 ચમચી- હળદર
1/2 ચમચી- આદુની પેસ્ટ
2 ચમચી- તેલ
1 ચમચી- ઝીણી સમારેલી કોથમીર
1થી 1 ચમચી- છીણેલું નાળિયેર
1/2 ચમચી- રાઇ
લીલા મરચા
બનાવવાની રીતઃ

ખાંડવીનું ખીરું તૈયાર કરવા માટે બેસન, વલોવેલું દહીં, મીઠું, આદુની પેસ્ટ, હળદર, અને 1 કપ પાણી નાખીને સારી રીતે મિક્સ કરો.. હવે એક પેનમાં ખીરું નાખો અને ચમચાથી હલાવવું. ખીરું ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. ખીરું સતત હલાવતા રહો. લગભગ 4-5 મિનિટમાં તે ખીરું ઘટ્ટ થઈ જશે.. હવે એક થાળીને ઊંધી રાખીને ખાંડવીનું ખીરું થાળી પર ફેલાવી દો અને તેને ઠડું થવા દો.. એક નાની કડાઈમાં તેલ નાંખો અને તેને ગરમ કરો. હવે તેમાં રાઈ નાખો, રાઈનો વઘાર થઈ જાય ત્યારે તેમાં સમારેલા લીલા મરચા નાખો. સાથે છીણેલું નાળિયેર અને ઝીણી સમારેલી કોથમીર નાખો.. હવે આ મિશ્રણને થાળી પર પાથરેલા મિશ્રણ પર નાખો. તેને છરીની મદદથી લાંબા પહોળા પટ્ટામાં કાપો અને તેના રોલ બનાવો, બધી રોલને પ્લેટમાં મૂકો…
તો, તૈયાર છે ખાંડવી… ખાંડવીને લીલી ચટણી સાથે સર્વ કરો..

Related posts

આવી રીતે બનાવો બિસ્કીટ ભાખરી…એકદમ સરળ રીતે

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

સીંગપાક બનાવાની એકદમ સરળ રીત