મીઠાઈ વિક્રેતાઓ માટે બન્યો નિયમ ફરજીયાત , જાણો શું છે નિયમ?

તમામ મીઠાઈ વિક્રેતાઓએ મીઠાઈના પેકેટ પર મીઠાઈ ક્યારે બની છે અને ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે લખવું ફરજિયાત બનાવાયું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSI)દ્વારા શુક્રવારે બહાર પડાયેલા આદેશમાં જણાવાયું છે કે 1 ઓક્ટોબરથી આ નિર્ણયનો અમલ ફરજિયાત રહેશે. વારંવાર ખરાબ મીઠાઈ વેચાઈ રહી હોવાની આવતી હતી. આ કારણે આ નિર્ણય લેવાયો છે. મોટા શહેરોમાં મોટા ભાગે પેકેટમાં મીઠાઈ વેચાય છે. પેકેટ પર પણ દુકાનદારે તેના ઉત્પાદન અને વપરાશની તારીખ જણાવવી પડશે.

આ અગાઉ આ આદેશ 1 ઓગસ્ટથી લાગુ થવાનો હતો. પરંતુ મીઠાઈ એસોસીએશને કોરોનાનો હવાલો આપીને તેની તારીખ વધારવાની અપીલ કરી હતી. હવે સરકાર આ દિશામાં આગળ વધવા માંગતી હોવાથી આ આદેશ અપાયો છે. જયારે (FSSI)દ્વારા શુક્રવારે બહાર પડાયેલા આદેશમાં જણાવાયું છે કે 1 ઓક્ટોબરથી આ નિર્ણયનો અમલ ફરજિયાત રહેશે.

Related posts

આવી રીતે બનાવો બિસ્કીટ ભાખરી…એકદમ સરળ રીતે

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

સીંગપાક બનાવાની એકદમ સરળ રીત