ચોળાનાં ભજિયા

સામગ્રીઃ એક વાટકો ચોળા, બે ડુંગળી, ૧ બાફેલું બટાકું, બે લીલા મરચાં, એક ચમચી અજમો, તળવા માટે તેલ, ૧/૨ ચમચી મરચું, ૧/૨ ચમચી મીઠું, થોડીક બારીક સમારેલી કોથમીર.

રીત : ચોળાને ૫-૬ કલાક પાણીમાં પલાળ્યા બાદ મીઠાવાળા પાણીમાં બાફી લો. પછી તેને મિક્સીમાં બારીક ક્રશ કરી નાખો. તેમાં બટાકું, ડુંગળી, લીલાં મરચાં બારીક સમારીને નાખો.
મીઠું, મસાલો અને અજમો પણ ભેળવી દો. એક કડાઈમાં તેલ ગરમ કરી ધીમી આંચે તૈયાર મિશ્રણનાં ભજિયાં તળો. સોસ કે કોથમીરની ચટણી સાથે ખાઓ.

Related posts

આવી રીતે બનાવો બિસ્કીટ ભાખરી…એકદમ સરળ રીતે

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

સીંગપાક બનાવાની એકદમ સરળ રીત