દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદ, આંધીની સંભાવના

ઉત્તર પ્રદેશ સહિત દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેનાથી ગરમીમાં રાહત મળવાની આશા છે. પરંતુ રાજસ્થાન અને પશ્ચિમી મધ્ય પ્રદેશના વિસ્તારમાં આઠથી ૧૦ મે વચ્ચે હીટવેવ યથાવત રહેવાની છે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં હીટવેવથી રાહત મળશે. પૂર્વી અને દક્ષિણ ભારતમાં ૧૧ મે સુધી ઘણા રાજ્યોમાં...
Read more

ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે હવે વધુ ડોલરની જરૂર પડશે

ઓસ્ટ્રેલિયાએ નક્કી જ કરી લીધું છે કે સ્ટુડન્ટના નામે કામ કરવા આવતા બનાવટી લોકોને રોકવા જ છે. તેથી ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝાના નિયમો સતત અઘરા બનાવતું જાય છે. ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે હવે અગાઉ કરતા વધારે ડોલરની જરૂર પડશે, અને વધુ બચત દેખાડવી પડશે. ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટના માઈગ્રેશનમાં રેકોર્ડ બન્યા પછી સરકારે...
Read more

AIR INDIA EXPRESS નું એક્શન, 25 ક્રૂ-મેમ્બર્સને હાંકી કાઢ્યા

ગુરુવારે (9 મે), એર ઈન્ડિયા એરલાઈન્સે (Air India) તેના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને 25 કેબિન ક્રૂ સભ્યોને નોકરીમાંથી કાઢી કાઢ્યા છે કારણ કે તેઓએ એકસાથે રજા લીધી હતી જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં એર ઈન્ડિયા...
Read more

ધો.12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 91.92% રિઝલ્ટ, 12 સાયન્સનું 82.45 % પરિણામ

માર્ચ 2024માં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 91.92% રિઝલ્ટ, 12 સાયન્સનું 82.45 % પરિણામ આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 9 વાગ્યાથી આ પરિણામ...
Read more

ચીને સોનાની ધમધોકાર ખરીદી શરૂ કરી

ગોલ્ડની વાત આવે ત્યારે આખી દુનિયાને ભારત, ચીન અને અમેરિકાનો વિચાર આવે છે કારણ કે આ દેશો સૌથી વધુ સોનું ખરીદે છે. સોનાનો સૌથી વધુ જથ્થો રાખવામાં અમેરિકા સૌથી આગળ છે અને જર્મની અને ઈટાલીનો વારો આવે છે. જોકે, હાલમાં તો ચીને ગોલ્ડની ખરીદીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. રશિયા-યુક્રેન...
Read more

આ વખતની ચૂંટણી મારા માટે સૌથી પીડાદાયક રહી :રુપાલા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે અને હવે આગામી મહિને રિઝલ્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ કહ્યું છે કે આ વખતની ચૂંટણી તેમના જીવનમાં સૌથી પીડાદાયક રહી છે. પરશોત્તમ રૂપાલાએ દલિતોના એક કાર્યક્રમમાં રાજા-મહારાજાઓ વિશે એક ટિપ્પણી કરી ત્યાર...
Read more

SURENDRANAGAR MURDER: સગીરાને ઘરેથી ભગાડી જનાર યુવકની લાશ મળી

ચોટીલા તાલુકાના રાજાવડ ગામની સીમમાંથી ભોગાવો નદી પસાર થતી હોય છે. ત્યારે આ નદીના કાંઠેથી એક યુવાનની શંકાસ્પદ લાશ મળી આવી હતી. જોકે આ લાશ સળગેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારે આ મામલાને લઈ ચોટીલા તાલુકામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. મળતી માહિતી મુજબ દેવસર ગામની સીમમાંથી એક સગીરાને આ મૃતક...
Read more

AIR INDIA EXPRESS ના ઘણા કર્મચારીઓ બીમાર પડ્યા, 70 થી વધુ ફ્લાઇટ્સ રદ

Air India Express ને અચાનક ઓપરેશનલ કટોકટીનો સામનો કરવો પડ્યો છે. એરલાઇનના ઘણા કર્મચારીઓ એકસાથે બીમાર પડ્યા છે અને રજા પર ગયા છે. જેના કારણે Air India Express ની 70 થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. એરલાઇનના વરિષ્ઠ પાઇલટ જૂથના સભ્યો સામૂહિક રજા પર ગયા બાદ મંગળવાર...
Read more

POPULATION REPORT : ભારતની વસ્તીમાં હિંદુઓ 7.8 ટકા ઘટ્યા, મુસ્લિમો વધ્યા

ESC-PM દ્વારા પ્રકાશિત એક વર્કિગ પેપરમાં થયેલા વિશ્લેષણ અનુસાર ભારતમાં બહુસંખ્યક ધાર્મિક વસ્તી (Population) (હિંદુ) ધરાવતા 1950 થી 2015 સુધીમાં 7.82 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે જયારે આટલા જ સમયગાળા દરમિયાન ભારતમાં અલ્પસંખ્યકોની વસ્તી ભાગમાં વધારો થયો છે. વર્કિગ પેપરમાં જણાવ્યા અનુસાર 167 દેશોમાં ભારત અને મ્યાંમારમાં બહુમતી વસ્તીમાં ઘટાડો...
Read more

ગ્વાલિયરમાં લવ જેહાદનો શિકાર બની હિન્દુ છોકરી

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લવ જેહાદ સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે. અહીં એક ચોક્કસ સમુદાયના યુવકે ૩ વર્ષ સુધી એક યુવતીનું શારીરિક શોષણ કર્યું અને નિર્દયતાથી માર પણ માર્યો. યુવતીનો આરોપ છે કે આરોપીઓએ તેનો ધર્મ પરિવર્તન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે તે ત્રાસ સહન ન કરી શકી તો...
Read more