ટેસ્ટી દાળવડા બનાવો એકદમ સરળ રીતે!

વરસાદનો માહોલ જમતા કઈક ગરમા ગરમ ખાવાનું મન થાય, આમ તો ભજીયા દરેકના ફેવરેટ હોય એમાં દાળવડા સૌના ફેવરેટ હોય તો ચાલો આજે જોઈએ  દાળવડાની રેસિપી

જરૂરી સામગ્રી:-

અડદ દાળ : 1/4 કપ
લીલા મરચા : 4 થી 5
લસણ : 8 થી 10

ચણા દાળ : 1 (250ગ્રામ),
મગની દાળ : 1-5 કપ
ચોખા : 1 ચમચી
તેલ : તળવા માટેઆદુ : 1/4 નાનો ટુકડો
પાણી : 2 કપ,
મીઠું : સ્વાદ મુજબ

સૌપ્રથમ ચણા, મગ અને અડદની દાળ તેમજ ચોખાને એક વાસણમાં મિક્સ કરીને પાણીથી બરોબર ધોઈ નાંખો. પછી તેને 6 થી 7 કલાક પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં પીસી લો અને પીસતી વખતે એમાં લીલા મરચાં, લસણ અને આદુ નાંખી દો. વધારે તીખું પસંદ હોય તો વધારે મરચાં નાંખી શકો છો. પીસતી વખતે પાણી જરૂર પડે તો એડ કરવું અને દાળ થોડી અચકચરી રહી જાય તો પણ ચાલે.

પીસાય જાય એટલે દાળવડા ના ખીરાને 1 કલાક માટે મૂકી દો. પછી એમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને એક વાર બરોબર મિક્સ કરી દો. પછી તળવા માટે ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો. પછી દાળવડા તળી લો અને દાળવડા તળતી વખતે એને હલાવતા રહો જેથી બધી બાજુથી સરખી રીતે તળાય જાય. 

હવે તમે ડુંગળી અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરી આનદ માણી શકો છો

Related posts

આવી રીતે બનાવો બિસ્કીટ ભાખરી…એકદમ સરળ રીતે

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

સીંગપાક બનાવાની એકદમ સરળ રીત