દોભાલની બે તરફી રણનીતિ સફળ નહીં થાય : પાકિસ્તાન

પાકિસ્તાને આજે કહ્યું હતું કે, ભારતને ક્ષેત્રિય તાકાત બનાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલની બે તરફી રણનીતિ ક્યારે પણ સફળ રહેશે નહીં. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રતિક્રિયા આપવાના અધિકારના ઉપયોગ કરીને પાકિસ્તાને આ મુજબની વાત કરી છે. આ અગાઉ ભારતે પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કરીને તેને ટેરેરિસ્ટ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી. પાકિસ્તાને કહ્યું છે કે, આ ખુબ જ કમનસીબ બાબત છે કે, ભારતે વડાપ્રધાન શાહીદ અબ્બાસીના કાશ્મીર ઉપર આપવામાં આવેલા નિવેદનની નિંદા કરી છે. જે ખીણના શોષિત થયેલા લોકોની ભાવનાઓ અને મહત્વકાંક્ષાઓને દર્શાવે છે. સંયુક્ત રાષ્ટ્રના પાકિસ્તાનના સ્થાયી મિશનમાં કાઉન્સિલ ટીપુ ઉસ્માને કહ્યું છે કે, આક્રમક સંરક્ષણ અને બે તરફી દબાણના ઉપયોગની દોભાલની આ રણનીતિ ક્યારે પણ સફળ રહેશે નહીં. જેનાથી ભારત સમજે છે કે તે ક્ષેત્રિય તાકાત તરીકે ઉભરી આવશે. પાકિસ્તાનમાં ગેરરીતિ આચરતા અને આતંકવાદ ફેલાવતી વેળા રંગેહાથ ઝડપાઈ ગયેલા કમાન્ડર જાદવ જેવા આતંક અને અશાંતિના ભારતીય સંચાલક ભારતના સપનાને ક્યારે પણ પૂર્ણ કરી શકશે નહીં. આ સપના માત્ર સપના તરીકે જ રહેશે. પાકિસ્તાન તરફથી જવાબ આપતા રાજકીય લોકોએ દાવો કર્યો છે કે, ભારતીય સુરક્ષા દળોના હાથ કાશ્મીરી લોકોની દુર્દશાને આતંરરાષ્ટ્રીય સમુદાય અને માનવ અધિકાર સંગઠન જોઇ રહ્યા છે. જાધવ સેનાના પૂર્વ અધિકારી છે જે ઇરાનમાં બિઝનેસ કરી રહ્યા હતા. પાકિસ્તાને તેમનું અપહરણ કરી લીધું હતું. તેમને અપહરણ કરીને પાકિસ્તાન લઇ જવામાં આવ્યા હતા. કોર્ટમાં તેમની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને કેટલાક ત્રાસવાદી હુમલા મા૩ટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરની પ્રજા આંતરરાષ્ટ્રીય સમુદાય તરીકે સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોના એવા વચનોને પૂર્ણ કરવાની રાહ જોઇ રહી છેજેમાં સંયુક્ત રાષ્ટ્રના તત્વાધાનના નિષ્પક્ષ અને સ્વતંત્ર જનમત સંગ્રહ કરાવવાની વાત કરવામાં આવી છે. પાકિસ્તાને આક્ષેપ કરતા કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં અંકુશરેખા ઉપર ભારતીય સેના તરફથી કોઇપણ ઉશ્કેરણીવગર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતના ગોળીબાર અને મોર્ટારના મારાના લીધે પાકિસ્તાન તરફથી ૧૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. આમા મોટાભાગની મહિલાઓ છે. પાકિસ્તાની રાજદ્વારીઓનું કહેવું છે કે, ગોળીબાર યથાવતરીતે જારી રહે છે. પાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Related posts

Erdogan Meets Palestinian President, Hamas Leader in Ankara

EU Agrees Stiffer Sanctions on Belarus

Pakistan Floods: Death Toll Touches 1,061, Prime Minister Shehbaz Calls Situation ‘Horrifying’