રાયબરેલીનાં ઉંચાહાર સ્થિત એનટીપીસીમાં બોઈલર ફાટતાં ૧૨નાં મોત

ઉત્તર પ્રદેશમાં રાયબરેલીમાં ઉંચાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનટીપીસી (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન)માં આજે મોટો બનાવ બન્યો હતો. ઉંચાહાર એનટીપીસીમાં બોઇલર ફાટવાથી ૧૨ લોકોના મોત થઇ ગયા છે અને ૩૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે જે પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. મળેલી માહિતી મુજબ એનટીપીસીમાં ૫૦૦ મેગાવોટના યુનિટ નંબર ૬ના બોઇલરમાં સ્ટીલ પાઈપ ફાટવાથી ૧૨ના મોત થઇ ચુક્યા છે. આ સનસનાટીપૂર્ણ બનાવમાં ૩૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે જે પૈકી કેટલાક ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે રહેલા લોકોનું કહેવું છે કે, બોઇલર ફાટવાના કારણે ૩૫૦ લોકો દાઝી ગયા છે. ઉંચાહારમાં સારવાર માટેની કોઇ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં ઘાયલ થયેલા અને દાઝી ગયેલા લોકોને અલ્હાબાદ, લખનૌ અને રાયબરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળથી હજુ સુધી ૧૨ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલો પૈકી ચાર મોટા અધિકારીઓ પણ છે. દરમિયાન બનાવની માહિતી મળતાની સાથે જ રાયબરેલીના ડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એનટીપીસીના ૫૦૦ મેગાવોટના યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. બનાવના વખતે આશરે ૫૦૦ લોકો કામ કરી રહ્યા હતા. રાયબરેલીના જિલ્લા અધિકારીઓનું કહેવું છે કે, દબાણના પરિણામ સ્વરુપે પાઇપમાં બ્લાસ્ટ થયો હતો જેના પરિણામ સ્વરુપે ત્યાં કામ કરી રહેલા મજુરો સકંજામાં આવી ગયા હતા. ઓછામાં ઓછા ૧૦૦ લોકો ઘાયલ પણ થયા છે. એનટીપીસીમાં થયેલા આ બનાવને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હાલમાં તેઓ મોરિશિયસના પ્રવાસે છે. આદિત્યનાથે પ્રમુખ સચિવ ગૃહને ઘટનાસ્થળ પર જઇને કામગીરી પર નજર રાખવા આદેશ કર્યો છે.

Related posts

Girl, 3, Raped by Neighbour in West Delhi; Accused Held

NIA Arrests Key Conspirator in Bengaluru’s Rameshwaram Cafe Blast Case

Asaduddin Owaisi’s AIMIM to contest on 16 seats in Bihar