સેન્સેક્સમાં ૮ અને નિફ્ટીમાં ૨ પોઈન્ટનો નજીવો સુધારો

શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૮ પોઇન્ટ ઉછળીને ૩૫૨૧૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૨ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૦૭૧૮ નોંધાઈ હતી. માર્ચ ૨૦૧૮ ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા હવે જારી કરવામાં આવી રહ્યા છે. વ્યક્તિગત શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં સાત ટકાનો ઉછાળો નોંધાયો હતો. બ્રોડર એનએસઈ ઇન્ડેક્સમાં સૌથી મોટો ઉછાળો તેમાં જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મોટા ઘટનાક્રમ જોવા મળનાર છે જેમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અને તેના પરિણામનો સમાવેશ થાય છે. એશિયન શેરબજારમાં પણ આજે મિશ્ર સ્થિતિ રહી હતી. વૈશ્વિકરીતે તેલની કિંમતો આંશિકરીતે આજે હળવી થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય ઉપર હવે તમામની નજર કેન્દ્રિત થઇ છે. ઇરાન ન્યુક્લિયર સમજૂતિમાંથી અમેરિકા પરત નિકળી જશે કે કેમ તેને લઇને નિર્ણય કરવામાં આવનાર છે. મૂડીરોકાણકારોની નજર ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય ઉપર કેન્દ્રિત થઇ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેરમાં ૧.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. જાપાનના નિક્કીમાં ૦.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેએસપીએલના પરિણામ બુધવારના દિવસે જારી કરાશે. અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ્‌સ, નેસ્લે ઇન્ડિયા, તાતા કોમ્યુનિકેશન, ટાઇટન કંપની, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઝી એન્ટરટેઇનમેન્ટના પરિણામ ગુરુવારના દિવસે જારી કરવામાં આવનાર છે. આવી જ રીતે જીલેટ ઇન્ડિયા, તાતા ગ્લોબલના ત્રિમાસિક ગાળાના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવશે. ૧૨મી મેના દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જ્યારે પરિણામ ૧૫મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે માર્ચ મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા જારી કરવામાં આવનાર છે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૭.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત સરકાર એપ્રિલ મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવાના આંકડા પણ જારી કરશે. માર્ચ મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૪.૨૮ ટકા રહ્યો હતો. આની સાથે જ સતત ત્રીજા મહિનામાં ૧૭ મહિનાની ઉંચી સપાટીએ રિટેલ ફુગાવો રહ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયનની બેઠક ૧૦મી મેના દિવસે યોજાઈ રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ બેંક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદરને લઇને સાવધાનીથી આગળ વધી શકે છે. શેરબજારમાં ગઇકાલે પણ તેજી રહી હતી. જુદા જુદા પરિબળોની અસર હેઠળ શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. નિફ્ટી સોમવારના દિવસે ૯૭ પોઇન્ટ ઉછળીને ૧૦૭૦૦થી ઉપરની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૦૭૧૫ની સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ સેંસેક્સ ૨૯૩ પોઇન્ટ ઉછળીને ૩૫૨૦૮ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૫૦૦૦ની સપાટીને કુદાવી હતી. શેરબજારમાં હાલ પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે.

Related posts

GST Council To Meet On August 2 On Online Gaming, Casino Rules: Reports

US Fed Hikes Interest Rates By 25 bps; 11th Hike In 12 Meetings; Fed Open For More Hikes

Real Estate Sector Still Feeding On Cash Transactions Six Years After Demonetisation: LocalCircles Survey