સી- ફૂડમાં સૌરાષ્ટ્રે ૩૫૦૦ કરોડની જંગી નિકાસ કરી

સૌરાષ્ટ્રના ૮૦૦ કી.મી.ના સાગરકાંઠા પર ફિશિંગ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી પુર્ણ કક્ષાએ વિકાસ પામ્યો છે. કેન્દ્ર કે રાજય સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં સહયોગ મળતો ન હોવા છતાં સૌરાષ્ટ્રના સી-ફુડ નિકાસકારોને નિકાસ વેપારમાં ડંકો વગાડયો છે અને વર્ષ ૧૬/૧૭માં એકલા સૌરાષ્ટ્રમાંથી રૃ.૩૫૦૦ કરોડની જંગી નિકાસ કરી કરોડો રૃપિયાનું વિદેશી હુંડિયામણ દેશને કમાવી આપ્યું છે.
જોકે હવે સિઝન પુરી થઈ ગઈ છે તેથી ફ્રોઝન સી-ફુડની નિકાસ શરૃ કરી દેવામાં આવી છે.  યુરોપ, વિએટનામ, ચાઈના અને અમેરિકા જેવા દેશોમાં રીબન,સ્કવીડ અને કર્ટલ ફીશની સારી એવી માંગ રહે છે જયારે જાપાન, ગલ્ફ, સાઉદી એરેબિયા જેવા દેશોમાં પ્રોમ્પલેટ, જીંગા અનેસુરમાઈની માંગ રહે છે સૌરાષ્ટ્રમાં પોરબંદર, વેરાવળ, ઓખા, જાફરાબાદ, માંગરોળ અને ચોરવાડમાંથી સી-ફુડની મુખ્યત્વે નિકાસ કરવામાં આવે છે અને અહીં નિકાસકારો દ્વારા મોટી ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ પણ બનાવવામાં આવ્યા છે જેમાં વર્ષ દરમિયાનનો નિકાસનો સ્ટોક ભરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાંથી મુખ્યત્વે રીબન, સ્કવીડ અને કર્ટલ ફીશની આ વર્ષે ધુમ નિકાસ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રોમ્પલેટ, જીંગા અને સુરમાઈ પણ નિકાસ કરવામાં આવી છે પણ તે સેકન્ડ સ્ટેજમાં આવે છે. યુરોપ, વિએટનામ, ચાઈના અને અમેરિકા જેવા દેશોમાં રીબન,સ્કવીડ અને કર્ટલ ફીશની સારી એવી માંગ રહે છે જયારે જાપાન, ગલ્ફ, સાઉદી એરેબિયા જેવા દેશોમાં પ્રોમ્પલેટ, જીંગા અનેસુરમાઈની માંગ રહે છે તેથી આ દેશોમાં આ ફીશ મોટાભાગે નિકાસ કરવામાં આવી છે.

Related posts

Mostbet Giriş Güncel Adresi 2024 ️ Most Bet On Line Casino Ve Bahi

“скачать Онлайн Казино и Андроид И Ios Для Игры на Реальные Деньг

Топ Онлайн Казино Казахстана Проверенные Для Игры На Деньги, Рейтинг Лучши