સરહદ પારના આતંકવાદને સાંખી નહીં લેવાય : અમેરિકા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ ભારત માટે સૌથી સારા મિત્રની ગરજ સારી રહ્યાં છે. માટે વર્ષ ૨૦૧૭માં ભારત-અમેરિકાના સંબંધો નવી ઉંચાઈ આંબી ગયા છે જયારે પાકિસ્તાન સાથેના અમેરિકાના સંબંધોનું સતત ધોવાણ થઈ રહ્યું છે. અમેરિકાએ ફરી એકવાર ભારતનું ખુલ્લેઆમ સનર્થન કર્યું છે.ભારતમાં અમેરિકાના રાજદૂત કેથેન જસ્ટરે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંમ્પ અને અમેરિકી નેતાઓનો એજંડા સ્પષ્ટ છે કે સરહદ પાર આતંકવાદી ગતિવિધિઓ રોકવામાં આવે અને કોઈ પણ સ્થળને ‘આતંકવાદ માટે સેફ હેવન’ બનતા રોકવામાં આવે. તેવી જ રીતે ભારત સાથેના સંબંધો મજબુત બનાવવા પર પણ તેમણે ભાર મુક્યો હતો.કેનેથ જસ્ટર ભારતમાં અમેરિકાના નવા જ નિમાયેલા રાજદૂત છે.
રાજદૂત બન્યા બાદ આ તેમનું પહેલું ભાષણ હતું. ભારત સાથે જસ્ટરના સંબંધો ઘણા જુના છે. જસ્ટરે જ ભારત-અમેરિકા અસૈન્ય પરમાણું સમજુતિમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.નવા વર્ષે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પે પાકિસ્તાનને જોરદાર રીત લતાડ્યું હતું. ત્યાર બાદ અમેરિકાના સીઆઈએના પ્રમુખ સહિત પાકિસ્તાનને ફટકાર લગાવી ચુક્યા છે અને ભારતનું સમર્થન કરત્યાર બાદ તાં રહ્યાં છે. હવે અમેરિકાના ભારતમાં નવા જ નિમાયેલા રાજદૂત કેનેથ જસ્ટરે ભારતની ભરપુર પ્રસંશા કરી હતી અને જ્યારે પાકિસ્તાનના કાન આંબળ્યા હતાં. જસ્ટરે ભારત સાથે સંબંધ નવી ઉંચાઈએ લઈ જવા પર ભાર મુકતા કહ્યું હતું કે, ભારત સાથે સામરિક ઉપરાંત કુટનૈતિક સંબંધો વધારે મજબુત બનાવવા અત્યંત જરૂરી છે.ભારતને ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપમાં શામેલ કરવાની વકીલાત કરતા જસ્ટરે કહ્યું હતું કે, આ મામલે અમેરિકા ભારત સાથે મળીને આગળ વધી રહ્યું છે. અમેરિકા આશાવાદી છે કે નજીકના ભવિષ્યમાં જ ભારત ઓસ્ટ્રેલિયા ગ્રુપ સાથે એક્સપોર્ટ કંટ્રોલ ગ્રુપનો ભાગ બની જશે.પાકિસ્તાનને કડક સંદેશ આપતા અમેરિકાના રાજદૂતે કહ્યું હતું કે, અમેરિકાનું નીતિ છે કે સરહદ પારના આતંકવાદને રોકવામાં આવે. તેવી જ રીતે દુનિયાની કોઈ પણ ધરતીને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાનસ બનતા રોકવામાં આવે.ઉલ્લેખનીય છે કે જ્યારથી ડોનાલ્ડ ટ્રંમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યો છે ત્યારથી અમેરિકા અને ભારતના સંબધો મજબુત બની રહ્યાં છે. જ્યારે પાકિસ્તાન સાથેના અમેરિકાના સંબંધોનું સતત ધોવાણ થઈ રહ્યું છે. અમેરિકા ભારતના પારંપારિક દુશ્મન પાકિસ્તાન પર બરાબરની નકેલ કસી રહ્યું છે.

Related posts

Erdogan Meets Palestinian President, Hamas Leader in Ankara

EU Agrees Stiffer Sanctions on Belarus

Pakistan Floods: Death Toll Touches 1,061, Prime Minister Shehbaz Calls Situation ‘Horrifying’