સરકારી મેડિકલ કોલેજમાં ફી વધારાને લઈ રોષ

સરકારી મેડિકલ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી કોલેજોમાં મેડિકલ કોર્સ માટે ફી ૪૦૦ ટકા સુધી રાજ્ય સરકારે વધારી દેતા આને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નારાજગી દેખાઈ રહી છે. પીજી મેડિકલ કોર્સમાં રાજ્ય સરકાર દ્વારા ફી રજુ કરવામાં આવતા વાલીઓ ચિંતાતૂર દેખાઈ રહ્યા છે. અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ કોેલેજો માટે ફીની રકમ છ હજારથી વધારીને પ્રતિ વાર્ષિક ૨૫ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે ૩૧૬ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડેન્ટલ અને ફિઝીયોથેરાપીમાં યુજી કોર્સ માટે ફી ૪૦૦ ટકા સુધી વધારી દેવામાં આવી છે. ડેન્ટલ કોર્સ માટે આ ફી હવે ૨૦ હજાર રૂપિયા કરવામાં આવી છે જે આ વર્ષ સુધી ૪૦૦૦ રૂપિયા હતી. આવી જ રીતે ફિઝીયોથેરાપી કોર્સમાં વિદ્યાર્થીઓને હવે દર વર્ષે ૧૫૦૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. આ રકમ હજુ સુધી માત્ર ૩૦૦૦ રૂપિયા હતી. આ ફી વધારો તમામ સરકારી કોલેજોને વર્તમાન શૈક્ષણિક સત્રથી જ લાગુ પડનાર છે. રાજ્ય સરકાર પ્રથમ વખત પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં ફી રજુ કરી ચુકી છે. વિદ્યાર્થીઓ માટે જે સુપર સ્પેશિયાલિટી પસંદ કરી રહ્યા છે તેમના માટે આ ફી રાખવામાં આવી છે. પીજી મેડિકલ કોર્સના સંદર્ભમાં વિદ્યાર્થીઓ માટે ફી દર વર્ષે ૩૫૦૦૦ રૂપિયા રહેશે. સરકાર પીજી વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી ચાર્જ કરશે નહીં. બીજી બાજુ વિદ્યાર્થીઓમાં નારાજગી દેખાઈ રહી છે. કોંગ્રેસ તરફથી ફી વધારનો વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપ સરકારને ફી વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે તહેવારો ઉપર જંગી ખર્ચ કરવાના બદલે ફી વધારો પાછો ખેંચવો જોઈએ. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ફંડ ફાળવવાની માંગ કરવામાં આવી છે. વાલીઓમાં પણ નારાજગી છે.

Related posts

Engineer’s Day 2022: PM Modi says govt working to build more engineering college

US sends education trade mission to India

75,000 study permit applications submitted from India in processing stage: Canada