શું તમે પણ છાપાના પડિયામાં જમો છો નાસ્તો, થઈ જજો સાવધાન કારણકે….

જો તમે છાપામાં વીંટાળેલા ખોરાક ખાવ છો તો થઇ જાવ સાવધાન. કેમ કે આમ કરવાથી તમે થઇ શકો છો બિમાર! અને આ બિમારી ઘાતક પણ પુરવાર થઇ શકે છે. સામાન્ય રીતે રેલ્વે સ્ટેશન પર, બસ સ્ટેન્ડ પર કે રસ્તાના કિનારે લારીનું ખાવાનું મોટેભાગે આ રીતે છાપામાં પેક કરીને તેના પડિયામાં આપવામાં આવે છે. સમોસા, કચોરી, ભજિયા, વડાપાઉં જેવી અનેક સ્વાદિષ્ય ચીજવસ્તુઓ આ રીતે રસ્તામાં મળે છે. અને દરેક લોકો પણ આવી વસ્તુઓ વધુ ખાતા હોય છે. પણ શું તમને ખબર છે કે આ વાત તમને ખૂબ જ બિમાર કરી શકે છે.

છાપામાં પ્રિટીંગ કરવા માટે જે શાહી વપરાય છે તે આ ગરમ કે તળેલી વાનગીઓ પર લાગી જાય છે. અને બસ આજ એક કારણ છે કે તમને વિવિધ જીવલેણ બિમારી થવાની તકલીફ વધી જાય છે. જેના લીધે પેટ ખરાબ થઇ શકે છે. પેટમાં ઇન્ફેક્શન થઇ શકે છે. છાપામાં રાખેલું આ ખાવાનું ક્યારેક લાંબા સમય સુધી ના રાખવું જોઇએ. તેવું કરવાથી શરીરનો વિકાસ પણ રૂંધાઇ શકે છે.

તમને કહી દઇએ કે 2016માં દેશની ખાદ્ય સુરક્ષા નિયામક એફએસએસએઆઇ એ પણ ખાવાની વસ્તુઓને છાપામાં નાંખીને આપવાની આદતને ખરાબ કહી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે છાપામાં રાખેલ ખોરાક ખાવાથી કેન્સર રોગ જેવી બિમારીઓ પણ થઇ શકે છે.

છાપામાં રાખેલ આ ખોરાક ખાવાથી તમને આંખાનું તેજ પણ જઇ શકે છે. એટલું જ નહીં તેનાથી પાચનતંત્રને પણ નુક્શાન થઇ શકે છે. જાણકાર તો ત્યાં સુધી કહે છે કે તેનાથી હોર્મોનલ સંતુલન પણ બગડવાની સમસ્યાઓ રહેલી છે.

Related posts

શિયાળામાં આરોગ્યની જાળવણી

પોતાના રોજિંદા જીવનમાં બસ આ પાંચ આદતો બદલો, બીમારીને દુર ભગાડો

પ્રદૂષણથી ફેફસાંને સુરક્ષિત રાખવા અપનાવો કુદરતી ઉપાયો