વિદ્યાર્થીઓની ક્રિયાત્મક ક્ષમતાઓના વિકાસ માટે શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા હેકાથોનમાં વિદ્યાર્થીઓએ ક્રિયાશીલતા ઝળકાવી

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની લગભગ ૬૦ જેટલી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા અંદાજે ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે તેઓનામાં રહેલી ક્રિયાત્મક ક્ષમતાનો વિકાસ કરવા તબક્કાવાર કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ જેવા નવતર પ્રયોગોમાં ભાગ લેવા પ્રેરાયા છે. આ કાર્યક્રમના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઇન્ડીયા હેકોથોન-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગને અન્ય ૧૬ જેટલા વિભાગોએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ૨૧૩ જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ માટે ૧૪૩૪ ટીમોના ૯૮૦૪ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

ગુજરાત હેકોથોન સ્પર્ધા ૩૬ કલાકની નોનસ્ટોપ સ્પર્ધા હતી. હેકોથોન સ્પર્ધા માં ભાગ લેનાર ટીમોએ સળંગ ૩૬ કલાક સુધી અવિરત કામગીરી કરવાની હતી. આ સ્પર્ધાના રીજીયોનલ રાઉન્ડ સ્પર્ધાના તા.૧૦ થી ૧૪ માર્ચ ૨૦૧૮ દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત અને વલ્લભ વિદ્યાનગર ખાતે યોજવામાં આવ્યા હતા. રીજીયોનલ રાઉન્ડમાં કુલ ૨૫૮ ટીમોના ૧૫૦૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રીજીયોનલ રાઉન્ડમાં ટીમો દ્વારા કરવામાં આવેલી કામગીરીના મુલ્યાંકન માટે જ્યુરી દ્વારા ફાઇનલ રાઉન્ડ માટે કુલ ૧૫૩ ટીમો પસંદ કરવામાં આવી હતી. ફાઇનલ સ્પર્ધા માટે પસંદગી પામેલ ૧૫૩ ટીમોના અંદાજીત ૧૦૭૫ વિદ્યાર્થીઓ માટે ફાઇનલ રાઉન્ડનું આયોજન પંડીત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૨૪-૨૫ માર્ચ ૨૦૧૮ના રોજ કરવામાં આવ્યું હતું. આ ફાઇનલ રાઉન્ડમાં વિભાગવાર પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમાંક આપતા કુલ ૩૩ ટીમ વિજેતા બની હતી.

આ વિજેતા ૩૩ ટીમો ઉપરાંત સ્પર્ધામાં સારી કામગીરી કરેલ અન્ય ૧૦ ટીમોને તથા સ્માર્ટ ઇન્ડીયા હેકાથોન ૨૦૧૮માં વિજેતા બનેલી ૮ ટીમો આમ કુલ આ ૫૧ ટીમોના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે તા.૧૬/૫/૨૦૧૮ને બુધવારના રોજ બપોરના ૧૨-૩૦ કલાકે સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા હોલ ખાતે સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઇન્ડીયા હેકાથોન ૨૦૧૮ અને સ્માર્ટ ઇન્ડીયા હેકાથોન ૨૦૧૮ના વિજેતાઓનો એક સેમિનાર યોજવામાં આવશે. જેમાં ઉપસ્થિત રહેનારા સ્પર્ધાના વિજેતાઓનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે એવોર્ડથી સન્માન કરવામાં આવશે.

આ ઉપરાંત રીજીયોનલ સ્પર્ધામાંથી ફાઇનલ સ્પર્ધા માટે સૌથી વધુ ટીમો પસંદ થનાર સંસ્થાઓને પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમ માટે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધામાં સક્રિય રીતે સૌથી વધારે ભાગ લેનાર, સહયોગ તથા માર્ગદર્શન આપનાર ત્રણ વિભાગોને મોમેન્ટો આપી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત SSIP અંતર્ગત ફેઝ-IIIમાં પસંદગી પામેલ ૬ યુનિવર્સિટીઓ ધરમસિંહ દેસાઇ યુનિવર્સિટી નડિયાદ, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી ગાંધીનગર, ઓરો યુનિવર્સિટી સુરત, આર.કે. યુનિવર્સિટી રાજકોટ, ઉકા તારસડિયા  યુનિવર્સિટી સુરત અને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગરને કુલ ૩૫ લાખની ગ્રાન્ટના ચેક વિતરણ પણ આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું છે, તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

Related posts

Engineer’s Day 2022: PM Modi says govt working to build more engineering college

US sends education trade mission to India

75,000 study permit applications submitted from India in processing stage: Canada