રિવરફ્રન્ટના બે પ્લોટની હરાજી માટે મુંબઈમાં માર્કેટીંગ કરાયું

સાબરમતી રીવરફ્રન્ટ ખાતે બે પ્લોટોનું વેચાણ કરવા રાજય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલી મંજુરી બાદ મ્યુનિ.દ્વારા આ અંગેના ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ચે.આ સાથે જ મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં કોર્પોરેશનના અધિકારીઓની ટીમ દ્વારા આ અંગે મુંબઈ ખાતે માર્કેટીંગ કરવામાં આવ્યું છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રીવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા પર ૧૨૮૦ ચોરસમીટરના પ્લોટ એરીયામાં ૧૬,૭૭૩ ચોરસમીટર બિલ્ટઅપ એરીયામાં ૭૫.૬ મીટર ઉંચાઈમાં ૩ બેઝમેન્ટ ઉપરાંત ૧૭ માળ સુધીનું બાંધકામ કરી શકાશે.આ પ્લોટની તળીયાની કિંમત રૂપિયા ૧૦૦.૬૪ કરોડ રાખવામાં આવી છે. રીવરફ્રન્ટની ૧૪.૫ ટકા જગ્યા એટલે કે ૩,૨૬,૮૩૦ ચોરસમીટર જમીન વેચાણ માટે મુકવામાં આવશે. જે માટે પહેલા તબકકામાં ગાંધીબ્રિજ અને નહેરૂબ્રિજ પાસેના બે પ્લોટની હરાજી કરવામાં આવનાર છે.શહેરના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર,ડેપ્યુટી કમિશનર રાકેશ શંકર અને આસીસ્ટન્ટ કમિશનર આ બંને પ્લોટના માર્કેટીંગ માટે મુંબઈ પહોંચ્યા હતા.આ બંને પ્લોટોની બેઝ વેલ્યુ રૂપિયા ૧૬૭.૧૦ કરોડ નકકી કરવામાં આવી છે.આ માટે બિલ્ડરોએ ૫ જૂન સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું છે.૧૪ અને ૧૫ જૂનના રોજ ઈ-ઓકશનના મોક રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારબાદ ૨૧ અને ૨૨ જૂનના રોજ ઓનલાઈન હરાજી કરવામાં આવનાર છે.અત્રે નોંધનીય છે કે,રાજય સરકાર તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એવી બાંહેધરી આપવામાં આવી છે કે,આ પ્લોટોના વેચાણ થકી જે આવક થવા પામશે.તે પૈકી સરકાર દ્વારા મ્યુનિસિપલ તંત્રને વિકાસના કામો માટે ગ્રાંટની રકમ આપવામાં આવશે.

Related posts

RERA Orders City Builder To Repair Leaky Walls

Former IPS officer Sanjiv Bhatt gets 20 years in jail 1996 drug planting case

State SWAGAT (Rajya SWAGAT)- A program for online redressal of people’s grievances, in front of CM Bhupendra Patel, to be held on Friday 28th July