મેરી કોમ બાદ પ્રિયંકા ચોપડા પીટી ઉષા બનવા માટે ઇચ્છુક

લોકપ્રિય બોક્સર મેરી કોમની લાઇફ પર બનેલી ફિલ્મમાં ભૂમિકા અદા કરીને તમામનુ ધ્યાન ખેંચનાર પ્રિયંકા ચોપડા હવે વધુ એક બાયોપિક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તે પીટી ઉષાની ભૂમિકા અદા કરનાર છે. પીટી ઉષાની લાઇફ પર ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. પ્રિયંકા પોતાની કેરિયરમાં જુદા જુદા રોલ કરવા માટે જાણીતી રહી છે. રિપોર્ટસ પર વિશ્વાસ કરવામાં આવે તો તે હવે પીટી ઉષાના રોલમાં કામ કરવા માટે તૈયાર છે. મેકર્સ પ્રિયંકા ચોપડાને ફિલ્મનો હિસ્સો બનાવવા માટે તૈયાર છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયા જંગી બજેટ સાથે તૈયાર કરવામાં આવનાર છે. અહેવાલ એવા પણ છે કે બેવોચની સ્ટાર અભિનેત્રી ઉપરાંત ફિલ્મમાં લોકપ્રિય સંગીતકાર એઆર રહેમાન પણ પ્રિયંકાનો સંપર્ક કરી ચુક્યા છે. જો કે રહેમાન અને પ્રિયંકા તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ ફિલ્મનુ નિર્દેશન રેવતી એસ વર્મા કરનાર છે. જે અનેક હિટ ફિલ્મમાં કામ કરી ચુકી છે. રેવતી તમિળ અને મલયાલમ ફિલ્મમાં સુપરહિટ અભિનેત્રી તરીકે વિતેલા વર્ષોમાં રહી ચુકી છે. ફિલ્મને હિન્દી ઉપરાંત ઇંગ્લિશ, ચાઇનીઝ અને રશિયન ભાષામાં પણ તૈયાર કરવામાં આવનાર છે. પ્રિયંકા ચોપડા હાલમાં બોલિવુડમાં ઓછી અને હોલિવુડમાં વધારે સક્રિય દેખાઇ રહી છે. તે ફિલ્મને લઇને તમામ તૈયારી કરવા લાગી ગઇ છે. તે ક્વાન્ટિકો નામના અમેરિકન શોના કારણે સમગ્ર અમેરિકામાં પણ હવે ભારે લોકપ્રિય થઇ ચુકી છે. તે હિન્દીની સાથે સાથે હોલિવુડ ફિલ્મમાં સતત સક્રિય રહેવા માટે ઇચ્છુક છે. પ્રિયંકા તમામ ટોપ સ્ટાર સાથે કામ કરી ચુકી છે.

Related posts

CID’s Fredericks, Dinesh Phadnis Passes Away

Amitabh Bachchan Gets BRUTALLY Trolled For His Old Tweet About ‘Bra’ And ‘Panties’

Nora Fatehi Grilled for 7 Hours in Rs 200 Cr Extortion Case Against Conman Sukesh Chandrasekhar