મેડીકલ ન્યૂઝ ટુડે પ્રમાણે પેટ સાફ ન રહેવાના આ છે મુખ્ય 3 કારણો, જાણો એક ક્લિક પર

ઝડપી યુગની ભાગદોડ તથા ખાણીપીણીમાંના બદલાવ આવવાના લીધે લોકોના પાચનતંત્ર પર માઠી અસર પડે છે. આને લીધે લોકોમાં કબજિયાતની તકલીફ એક સામાન્ય બની ગઈ છે.  કબજિયાતની સમસ્યાને સામાન્ય રીતે લોકો ખૂબ જ હળવાશમાં લે છે, પણ આ સમસ્યા આગળ જઈને ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ત્યારે આવો જાણીએ મેડિકલ ન્યૂઝ ટૂડે પ્રમાણે કબજિયાતની સમસ્યાને દૂર કરવાના ઘરેલૂ ઉપાયો.. આવો જાણીએ પેટ સાફ ન આવવાના 3 કારણો

• પાણી વધુ પીઓ

ઓછું પાણી પીવાને કારણે પણ પેટની સમસ્યાઓ તેમજ કબજિયાત થઈ શકે છે. ઘણી વાર આપણે કોઈ કામમાં એટલા ખોવાઈ જતા હોઈએ છે કે પાણી પીવાનું પણ ક્યારેક ક્યારેક ભૂલી જઈએ છે. જે કબજિયાત થવાનું મુખ્ય કારણ બની શકે છે. આ તકલીફોથી બચવા માટે એ પણ જરૂરી છે કે આપણે શરીરની જરૂરિયાત અનુસાર પાણી પીતા રહીએ તથા શરીરને હાઈડ્રેટ પણ રાખીએ.

• ફાઈબરયુક્ત આહાર લો

જે માણસને કબજિયાતની તકલીફ હોય છે તેમણે ફાઈબરયુક્ત આહાર લેવાની ફરજ પડે છે. વાસ્તવિક રીતે ફાઈબરયુક્ત આહાર લેવાથી મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે. તથા કબજીયાતની તકલીફોથી છૂટકારો પણ મળે છે.

• કસરત કરો

કસરત કરવાથી પણ કબજિયાતની તકલીફોથી છૂટકારો મેળવી શકાય છે. પરંતુ સ્ટડી પ્રમાણે તેનાથી મિશ્રિત રીઝલટ સામે આવ્યા છે. ઘણી સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે કસરત કરવા સાથે મળ ત્યાગને કોઈ લેવા દેવા હોતું જ નથી. પણ કસરત કરવાથી કેટલાક લોકોની કબજિયાતની તકલીફ સરખી થઈ શકે છે.

Related posts

શિયાળામાં આરોગ્યની જાળવણી

પોતાના રોજિંદા જીવનમાં બસ આ પાંચ આદતો બદલો, બીમારીને દુર ભગાડો

પ્રદૂષણથી ફેફસાંને સુરક્ષિત રાખવા અપનાવો કુદરતી ઉપાયો