બાબરી ચુકાદો મુસ્લિમ તરફી આવે તો પણ જમીન હિંદુઓને આપવી જોઈએઃ શિયા ધર્મગુરૂ

અહિંસા વિશ્વ ભારતી નામના એક વૈશ્વિક કાર્યક્રમમાં શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે સાદિકે કહ્યું કે જો બાબરી મસ્જિદ અંગેનો ફેંસલો મુસલમાનોના હકમાં ન આવ્યો તો તેઓ તેનો શાંતિપૂર્વક સ્વીકાર કરી લેશે. સાથે જ તેઓએ કહ્યું કે જો બાબરી મસ્જિદનો ફેંસલો મુસલમાનના હકમાં આવે તો રાજીખુશીથી જમીન હિંદુઓને આપી દેવી જોઈએ.અહિંસા વિશ્વ ભારતીના એક કાર્યક્રમમાં શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે સાદિકે કહ્યું કે જો બાબરી મસ્જિદ અંગેનો ફેંસલો મુસલમાનોના હકમાં ન આવ્યો તો તેઓ તેનો શાંતિપૂર્વક સ્વીકાર કરી લેશે.સાથે જ તેઓએ કહ્યું કે જો બાબરી મસ્જિદનો ફેંસલો મુસલમાનના હકમાં આવે તો રાજીખુશીથી જમીન હિંદુઓને આપી દેવી જોઈએ.મૌલાનાએ વધુમાં કહ્યું કે આપણે જમીન જીતવાને બદલે લોકોના દિલ જીતવા જોઈએ.આ પહેલાં અયોધ્યાના મુદ્દે રામ મંદિર બનાવવાના સંદર્ભમાં શિયા વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી. જે સંદર્ભે ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે આપત્તિ વ્યક્ત કરી હતી. જે બાદ અયોધ્યાના મુદ્દે શિયા અને સુન્ની બોર્ડ વચ્ચે તણાવ વધ્યો છે.મૌલાના કલ્બે સાદિકના નિવેદનને કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષ વર્ધને વધાવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે,મૌલાના સાહેબે અમારા હ્રદય જીતી લીધાં છે. ભગવાન રામ ન તો હિંદુ હતા કે ન મુસલમાન. તેઓ ભારતની ચેતના હતા.

Related posts

Girl, 3, Raped by Neighbour in West Delhi; Accused Held

NIA Arrests Key Conspirator in Bengaluru’s Rameshwaram Cafe Blast Case

Asaduddin Owaisi’s AIMIM to contest on 16 seats in Bihar