ફ્રેન્ચ ઓપનમાં એન્ડી મરે, વાવરિન્કાની આગેકૂચ જારી

ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેÂમ્પયનશીપમાં પુરુષ વર્ગમાં એન્ડી મરેએ સીધા સેટોમાં જીત મેળવીને ત્રીજા રાઉન્ડમાં કુચ કરી લીધી છે. સ્લોવાકિયાના માર્ટિન Âક્લંગઝાન ઉપર ૬-૨, ૬-૨, ૭-૬થી જીત મેળવીને ત્રીજા રાઉન્ડમાં એન્ડી મરેએ પ્રવેશ કરી લીધો છે. એન્ડી મરે અંતિમ ૧૬માં સ્થાન મેળવવા માટે આર્જેન્ટીનાના શÂક્તશાળી ક્લેકોર્ટ નિષ્ણાત ખેલાડી માર્ટિન ડેલપોટ્રો સામે રમશે. આ મેચ ખુબ જ મુશ્કેલ મેચ રહેશે. માર્ટિન ડેલપોટ્રો ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. ઇજાગ્રસ્ત અલમાર્ગો ખસી જતાં તે ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. પાંચ વર્ષમાં પ્રથમ વખત ડેલપોટ્રો પેરિસમાં રમી રહ્યો છે. ઇજાગ્રસ્ત હોવાના પરિણામ સ્વરુપે ઘણા વર્ષ સુધી તે ટેનિસથી બહાર રહ્યો હતો. માર્ટિનના કહેવા મુજબ આ મેચ ખુબ જ રોચક બની શકે છે. અન્ય મેચોમાં થોમસ બર્ડિક ઉપર કારેને જીત મેળવી હતી જ્યારે જાપાનના નિશી કોરીએ જેરમીચાર્ડી ઉપર સીધા સેટોમાં ૬-૩, ૬-૦, ૭-૬થી જીત મેળવી હતી જ્યારે વાવરિન્કાએ પોતાના હરીફ ખેલાડી ઉપર જીત મેળવી હતી. મહિલા વર્ગમાં પણ સ્ટાર ખેલાડીઓની આગેકૂચ જારી રહી હતી. રેડવાન્સ્કાએ એલિસન ઉપર ૬-૭, ૬-૨, ૬-૩થી જીત મેળવી હતી. ફ્રેન્ચ ઓપન ટેનિસના ઇતિહાસમાં પ્રથમ વખત વર્તમાન ઓસ્ટ્રેલિયન ચેÂમ્પયન સેરેના વિલિયમ્સ અને રોજર ફેડરર સ્પર્ધામાંથી ખસી ગયા છે. ડોપીંગના વિવાદમાં રહેવાના પરિણામ સ્વરૂપે શારાપોવાને આ વખતે પણ તક આપવામાં આવી નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં શારાપોવા ચેÂમ્પયન બની હતી. ફેડરર પણ આ વખતે રમી રહ્યો નથી. જેથી નડાલ અને જાકોવિક વચ્ચે સીધી સ્પર્ધા છે. ફ્રેન્ચ ઓપનની આ ૧૧૬મી એડિશન હોવાથી રોમાંચકતા વધારે છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૩૨૦૧૭૫૦૦ યુરોનો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે. ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે.
દરમિયાન ફ્રેન્ચ ઓપનમાં ભારતના રોહન બોપન્નાને તેના કેનેડિયન પાર્ટનર ગેબ્રીલાની જાડી સીધા સેટોમાં જીત મેળવીને મિસ્ક્ડ ડબલ્સમાં આગામી રાઉન્ડમાં કૂચ કરી ચુકી છે. આ જાડીએ ઓસ્ટ્રેલિયન જાડી જેસિકા મુરે અને મેકરીડની જાડી ઉપર જીત મેળવી હતી. પૂર્વ યુએસ ચેÂમ્પયન મારિન સિલકે પણ સાતમી વખત ત્રીજા રાઉન્ડમાં આગેકૂચ કરી લીધી હતી. સિલિકે પોતાના હરીફ ખેલાડી ઉપર ૬-૩, ૬-૨, ૬-૨થી જીત મેળવી હતી. રશિયાના બિનક્રમાંકિત ખેલાડી ૨૧ વર્ષીય કારેને શાનદાર ફોર્મ જાળવી રાખીને થોમસ બર્ડિક ઉપર જીત મેળવી હતી. બર્ડિક ઉપર તેની ૭-૬, ૬-૪, ૬-૪થી જીત થઇ હતી. બર્ડિક સાત વર્ષ અગાઉ સેમિફાઈનલમાં પહોંચ્યો હતો.

Related posts

‘Sometimes I wonder if IPL is even cricket’: R Ashwin

‘I Did Not Remove Him’, Ganguly Statement Over Kohli’s Captaincy Departure

Ashes 2023: England Name Playing Eleven For Fifth Test At The Oval