પ્રભાસ તીર્થધામમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરાની ભવ્ય ઉજવણી

શ્રી ગોલોકધામ નજીક આવેલાં પવિત્ર ત્રિવેણી સંગમ જ્યાં હરિણ-કપિલા-સરસ્વતી આ ત્રણ નદીનો સંગમ સમુદ્ર સાથે થાય છે, જેમનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે જ્યાં ભગાન કૃષ્ણ પરમાત્માએ તેમનાં તીરેથી નિજધામ ગમન કરેલ. આ લીલાથી આ ધર્મસ્થાન એક વિશાળ સંગમ તરીકે ઉભરી આવેલ છે. ગંગા દશેરાનાં અવસરે ત્રિવેણી સંગમ ખાતે ભક્તો શ્રાધ્ધ-પિતૃતર્પણ જેવી ધાર્મિક ક્રિયા માટે આવે છે.

ગંગાદશેરાનાં દિવસે રાજા ભગીરથની તપસ્યાથી ગંગા અવતરણ પૃથ્વી પર થયેલું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ગંગા પૂજન કરવામાં આવ્યું હતું. વિવિધ દ્રવ્યો, પુષ્પો, ગંગાજળથી ત્રિવેણીજીનું પૂજન કરાયું હતું. ઉપસ્થિત સૌ લોકોએ ત્રિવેણી માતાની આરતી કરી વિશેષ પુણ્યની પ્રાપ્તિ કરી હતી.
આ પ્રસંગે ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તરફથી ઈન્ચાર્જ ડે. કલેક્ટર દેવકુમાર આંબલીયા, પાલિકા પ્રમુખર જગદીશ ફોફંડી, ઉપ પ્રમુખ જયદેવ જાની, સ્વામીનારાયણ ગુરુકુળના માધવચરણદાસજી સ્વામી, ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનનાં પ્રમુખ પ્રભુદાસ કુહાડા, લખમભાઈ ભેસલા, રોટરી ક્લબનાં જિતેન્દ્ર મહેતા સહિતનાં સામાજીક અગ્રણીઓ તથા ભક્તો અને યાત્રિકો જોડાય હતાં.
આ પ્રસંગને સફળ બનાવવા સોમનાથ ટ્રસ્ટનાં જે.ડી.પરમારનાં માર્ગદર્શન હેઠળ જનરલ મેનેજર સાથે ટ્રસ્ટાં અધિકારી કર્મચારીઓ જોડાય હતાં.

Related posts

Mostbet Giriş Güncel Adresi 2024 ️ Most Bet On Line Casino Ve Bahi

“скачать Онлайн Казино и Андроид И Ios Для Игры на Реальные Деньг

Топ Онлайн Казино Казахстана Проверенные Для Игры На Деньги, Рейтинг Лучши