દુનિયાના સૌથી મોટા લવન્ડર ફાર્મ હાઉસની એક ઝલક

ઓસ્ટ્રેલિયા દુનિયામાં તેનાં ઘણાં આકર્ષણો માટે પ્રચલિત છે. અહીંના સિડની, મેલબોર્ન અને પર્થ શહેરની વાત જ ન થાય પરંતુ આજે દક્ષિણ ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા રાજ્યમાં આવેલ દુનિયાના સૌથી મોટા લવન્ડર પાર્ક પણ આકર્ષણનું કેન્દ્ર છે. ૪૫ હજાર હેક્ટરમાં ફેલાયેલા આ ફાર્મમાં લવન્ડરના ૬ લાખ ૬૬ હજાર છોડવા છે.

આ ફૂલોની લાઈનની લંબાઈ મપાય તો તે ૨૦૦ કિ.મી.માં ફેલાયેલી છે. આ ફાર્મમાં ઊગતા લવન્ડરનો ફ્રેન્ચ વેરાયટીના પરફ્યૂમ અને ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ થાય છે. આ ફાર્મ જોવા આવતા પ્રવાસીઓની સંખ્યા કોરોના કાળમાં ઘટી ગઈ છે. પહેલાં દર વર્ષે લગભગ અહીં ૮૫૦૦૦ પર્યટકો આવતાં હતાં પરંતુ આ વખતે પર્યટકોની સંખ્યામાં અડધાથી પણ અડધી થઈ જવા પામી છે. ફાર્મના ઓનર રોબર્ટ રેવનનું કહેવું છે કે, અહીં સૌથી વધુ પ્રવાસીઓ ભારતીયો હોય છે. અહીં તામિલ ફિલ્મ બૉઈઝનું એક ગીત અલે અલે નું પણ શુટિંગ આ ખૂબસુરત લોકેશન પર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ખૂબસુરત ફાર્મ હાઉસ વર્ષ ૧૯૨૧માં ઈંગ્લેન્ડના એક પરફ્યુમ વેપારી સી.કે.ડેનીએ વસાવ્યું છે. અહીં તેઓ ફ્રાંસથી લવન્ડરની ખાસ પ્રજાતિના બીજ લાાવ્યા હતાં.

Related posts

Strengthening Of Relations: USIBC Chief Said, India Will Be America’s Partner In Building An Open Global Supply Chain

Russia Ukraine News: Safe Return, Tricolor Shield; Mother Said – If Modi Is There Then It Is Possible

શું તમે જાણો છો ભારતનાં સુંદર ગામડાંઓ વિશે તો જુઓ આ રિપોર્ટ