ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી નક્કી કરી લેશે અધ્યક્ષ

કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં જ પાર્ટીના અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દેશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ જાણકારી આપી છે. સુરજેવાલાએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસ પાર્ટી ઈલેક્ટોરોલ કોલેજ, એઆઇસીસી સભ્યો, કોંગ્રેસ પાર્ટીના સભ્યો અને કાર્યકર્તાઓ મળીને યોગ્ય ઉમેદવારની પસંદગી કરશે.
આ સાથે જ સુરજેવાલાએ કહ્યુ હતું કે, ૯૯ ટકા લોકો રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા માગે છે.
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ વરિષ્ઠ અસંતુષ્ઠ નેતાઓનું જૂથ, જેને જી ૨૩ તરીકે ઓળખવામાં આવે છે. આ લોકો સાથે પાર્ટીના વચ્ચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે શનિવારે સવારે ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાને મહત્વની બેઠક યોજાવાની છે. ૨૩ શીર્ષસ્થ નેતાઓ દ્વારા સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં વ્યાપક સુધાર કરવાની માગ કર્યા બાદ પહેલી વાર આમને સામને આવશે.આ બેઠકમાં બળવાખોર નેતાઓને મનાવવા માટેનો એક પ્રયાસ હશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધીએ બળવાખોર નેતાઓ અને પાર્ટીથી નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી કમલનાથને સોંપી હોવાની વિગતો મળી રહી છે.

Related posts

Girl, 3, Raped by Neighbour in West Delhi; Accused Held

NIA Arrests Key Conspirator in Bengaluru’s Rameshwaram Cafe Blast Case

Asaduddin Owaisi’s AIMIM to contest on 16 seats in Bihar