જીએસટી અમલી બનતાં મારુતિ દ્વારા ઘટાડો કરાયો

જીએસટી વ્યવસ્થા દેશભરમાં આજે અમલી બનાવવામાં આવી ચુકી છે. નવી વ્યવસ્થાના કારણે કાર, એસયુવી અને ટુ વ્હીલર્સ સસ્તા થયા છે. જ્યારે હાઈબ્રીડ, બાઇકની કિંમતોમાં વધારો થયો છે. જીએસટી અમલી બન્યાના દિવસે જ મહાકાય કાર કંપની મારુતિ સુઝુકીએ આજે પસંદગીના મોડલ પર કિંમતોમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જીએસટીના લાભ લોકોને આપવાનો નિર્ણય કરાયો છે. એક નિવેદનમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાએ કહ્યું છે કે, જીએસટી રેટના સમગ્ર લાભ તેના ખરીદદારોને વાહનો ઉપર આપવામાં આવશે. મારુતિ સુઝુકી મોડલની એક્સ શો રુમ ઉપર કિંમત ત્રણ ટકા ઘટી ગઈ છે. વેટના રેટ જે જીએસટી પહેલા અમલી હતા તેના ઉપર કિંમતો આધારિત રહેશે. જો કે, કંપનીએ સિયાઝ અને ઇરટીગાની કિંમતમાં એક લાખથી વધુનો વધારો કર્યો છે જ્યારે સેડાન અને એમપીવી કિંમત વધારો ટેક્સ છુટછાટ પરત ખેંચવાના કારણે આંશિક ફેરફાર જોવા મળશએ. જીએસટી રેટથી દેશભરમાં ટેક્સમાં નજીવા ફેરફારની સ્થિતિ સર્જાશે.

Related posts

Mostbet Giriş Güncel Adresi 2024 ️ Most Bet On Line Casino Ve Bahi

“скачать Онлайн Казино и Андроид И Ios Для Игры на Реальные Деньг

Топ Онлайн Казино Казахстана Проверенные Для Игры На Деньги, Рейтинг Лучши