જમ્મુ કાશ્મીર : કટ્ટરપંથીઓ સામે વ્યાપક દરોડા

કલમ ૩૫એની સુનાવણી આડે કલાકોનો ગાળો રહ્યો છે ત્યારે સાવચેતીના પગલારુપે જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો કાશ્મીર ખીણમાં આક્રમક કાર્યવાહીનો દોર જારી રાખ્યો છે. મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરવામાં આવી છે. વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળોએ કાશ્મીરમાં સતત બીજા દિવસે દરોડા પાડ્યા હતા. જમાતે ઇસ્લામી સાથે જોડાયેલા સક્રિય લોકો સામે કાર્યવાહી જારી રાખી છે. દક્ષિણ અને ઉત્તર કાશ્મીરમાં મોટી સંખ્યામાં લોકોને પકડી લેવામાં આવ્યા છે. અલગતાવાદી લીડર સઇદ અલી શાહ ગિલાનીના તહેરિકે હુર્રિયતના એક હિસ્સા તરીકે રહેલા જમાતે ઇસ્લામીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસ અને સુરક્ષા દળો દ્વારા બિનજરૂરી હેરાનગતિ કરવામાં આવી રહી છે. બીજી બાજુ સાવચેતીરુપે મોટી સંખ્યામાં લોકોને દરોડા પાડીને પકડી લેવાયા છે. સેન્ટ્રલ અને ડિસ્ટ્રીક્ટ લેવલના લીડરોને પકડી લેવાયા છે. રવિવારે કાર્યવાહી જારી રહી હતી. હેલિકોપ્ટર પણ સેવામાં રાખવામાં આવ્યા હતા. અટકાયત અને ધરપકડનો દોર આવતીકાલે પણ જારી રહે તેવી શક્યતા છે. આવતીકાલે સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટમાં કલમ ૩૫એને લઇને સુનાવણી થનાર છે. આ જોગવાઈમાં ૧૯૫૪ના ખાસ અધિકારોની વ્યવસ્થા છે. જમ્મ કાશ્મીરના લોકોને આમા ખાસ સુવિધા અપાયેલી છે. અટકાયતમાં લેવામાં આવેલાઓમાં તમામ કટ્ટરપંથી લીડરો સામેલ છે. કેન્દ્રના એક્શનથી કાશ્મીર ખીણમાં અંધાધૂંધી ફેલાયેલી છે. જમાતે ઇસ્લામી પર કાર્યવાહી અને અર્ધલશ્કરી દળોની તૈનાતીથી કાશ્મીર ખીણમાં જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સુરક્ષા દળોને એલર્ટ રાખવામાં આવ્યા છે. એકાએક કરવામાં આવી રહેલી કાર્યવાહીની માહિતી પોલીસ આપી રહી નથી પરંતુ અરજી પર સુનાવણી થનાર છે. કાશ્મીર ખીણમાં એવી ચર્ચાઓ પણ છે કે, કેન્દ્રની મોદી સરકાર વટહુકમ મારફતે કલમને બિનસરકારક કરવાની તૈયારીમાં છે. કલમ ૩૫એ જમ્મુ કાશ્મીર સિવાયના બાકી રાજ્યોના લોકોને સંપત્તિની ખરીદી, આવાસ અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થી બનવાથી રોકે છે. જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફની ૪૫, બીએસએફની ૩૫, એસએસબીની ૧૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
તમામ સરકારી કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી છે. અલગતાવાદી નેતા મિરવાઈઝ ઉંમર ફારુકે કહ્યું છે કે, કાશ્મીરના લોકોની સામે ગેરકાયદે પગલા બિનઅસરકારક સાબિત થશે. બળજબરીપૂર્વકની કાર્યવાહીથ સ્થિતિ બગડતી રહેશે. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના નેતા મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, એક તરફી પગલા કેમ લેવાઇ રહ્યા છે તે બાબત સમજાઈ રહી નથી.

Related posts

Girl, 3, Raped by Neighbour in West Delhi; Accused Held

NIA Arrests Key Conspirator in Bengaluru’s Rameshwaram Cafe Blast Case

Asaduddin Owaisi’s AIMIM to contest on 16 seats in Bihar