છત્તીસગઢના પૂર્વ મુખ્ય સચિવ અગ્રવાલની ૨૭.૮ કરોડની સંપત્તિ જપ્ત

પ્રવર્તન નિદેશાલય ઇડીએ ભ્રષ્ટાચાર પર મોટી કાર્યવાહી કરી છે તપાસ એજન્સીએ છત્તીસગઢના પૂર્વ મુખ્ય સચિવ બી એલ અગ્રવાલની ૨૭.૮ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે બી એલ અગ્રવાલની નવ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી તેમના પર મની લોન્ડ્રીંગનો કેસ અને ભ્રષ્ટાચારને લઇ અનેક ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો છત્તીસગઢનો આ મામલો ખુબ ચર્ચામાં રહ્યો છે.
અગ્રવાલે ખરોરામાં ૪૦૦ ગ્રામીણોના નામથી ખાતા ખોલાવી રહ્યાં હતાં તેમણે ભ્રષ્ટાચારના પૈસા એજ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં અગ્રવાલને ફર્જીવાડો કરવા માટે પોતાના ભાઇ દ્વારા શેલ કંપનીઓ પણ બનાવી રાખી હતી ઇડીએ મની લોન્ડ્રીગ એકટ ૨૦૦૨ હેઠળ આ કાર્યવાહી કરી છે.જપ્ત સંપત્તિઓમાં અનેક સયંત્ર મશીનરી કરોડો રૂપિયાની રકમ વાળા બેંક ખાતા અને અચલ સંપત્તિઓ સામેલ છે તેમાં અનેક સંપત્તિઓ બાબુ લાલા અગ્રવાલના નજીકના નામે ખરીદવામાં આવી હતી.
ઇડીએ છત્તીસગઢની એન્ટી કરપ્શન બ્રાંચ દ્વારા બી એલ અગ્રવાલની વિરૂધ્ધ કાર્યવાહી કર્યા બાદ ધનશોધનને લઇ મામલો દાખલ કર્યો હતો. આવક વેરા વિભાગે ફેબ્રુઆરી ૨૦૧૦માં બાબુલાલ અગ્રવાલ તેમના સીએ સુનિલ અગ્રવાલ અને અનેક અન્ય લોકોના ઘરોમાં દરોડા પાડયા હતાં આ દરમિયાન અગ્રવાલની અકુત સંપત્તિની માહિતી મળી હતી ત્યારબાદ અગ્રવાલ પર ત્રણ અન્ય એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી જયારે સીબીઆઇએ બાબુલાલ અને અન્યની વિરૂધ્ધ આરોપપત્ર દાખલ કર્યું હતું
ઇડીને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે બાબુલાલે પોતાના સીએ સુનીલ અગ્રવાલ, ભાઇઓ અશોક અને પવનની સાથે મળી ગ્રામીણોના નામે ૪૦૦થી વધુ ખાતા ખોલ્યા દિલ્હી અને કોલકતામાં નકલી કંપનીઓ ખોલી ઇડીએ ૨૦૧૭માં અગ્રવાલની એક કંપનીની ૩૫.૪૯ કરોડ રૂપિયાની સંપત્તિ પહેલા જ જપ્ત કરી ચુકી છે.

Related posts

Girl, 3, Raped by Neighbour in West Delhi; Accused Held

NIA Arrests Key Conspirator in Bengaluru’s Rameshwaram Cafe Blast Case

Asaduddin Owaisi’s AIMIM to contest on 16 seats in Bihar