ખેતીમાં હાથ અજમાવી રહ્યો છે ધોની

ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ સંન્યાસ બાદ ખેતી પર હાથ અજમાવ્યો છે. ધોની ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે. એક સમયે ક્રિકેટના મેદાન પર ભલભલાના બોલરના છક્કા છોડાવનાર ધોનીએ રાંચીના ધુર્વા સ્થિત સેમ્બોમાં ૫૫ એકર જમીન પર ખેતી શરૂ કરી છે. જેમાં ધોનીએ ડેરી ફાર્મ (તબેલો) પણ કરી રહ્યું છે. ધોનીના આ ખેતરમાંથી ઋતુ પ્રમાણેના શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિ લીધા બાદ ધોની હવે ખેતીમાં હાથ અજમાવી રહ્યો છે અને તેના ગૃહરાજ્ય ઝારખંડની રાજધાની રાંચીની બજારોમાં ધોનીના ખેતરોની શાકભાજી ઘણી વેચાઇ રહી છે.
આ શાકભાજીની ચર્ચા હવે રાંચી અને ઝારખંડ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ થવા લાગી છે. શાકભાજી બજારમાં પણ જે શાકભાજીની સૌથી વધારે ચર્ચા છે તે ધોનીના ખેતરના ટામેટા છે. ધોનીએ પોતાના ૪૩ એકરના ફાર્મ હાઉસમાંથી ૩ એકરમાંતો માત્ર ટામેટાની ખેતી શરૂ કરી છે. આ ટામેટા બજારમાં ૪૦ રૂપિયા કિલોને ભાવે વેચાઇ રહ્યા છે. ટીઓ ૧૧૫૬ નામના ટામેટા ઉગાડવામાં આવ્ય્યા છે. જાણકારોના મતે ધોનીના ફાર્મહાઉસના ટામેટા ખાસ પ્રકારના છે. બજારમાંથી પણ તેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
ધોની ઇચ્છે છે કે, તેની સાથે એક આખી ટીમ ખેતી સાથે જોડાયેલી છે. ફાર્મ હાઉસમાં વેચવામાં આવી રહેલી શાકભાજી તેમની આવકનો સ્ત્રોત બની છે. ધોનીએ પોતાના ફાર્મ હાઉસમાં ટામેટા સિવાય મોટા પ્રમાણમાં ફૂલાવર અને વટાણાની ખેતી પણ કરી છે. ધોનીને વટાણા ખુબ જ પસંદ છે. ધોનીના ધોનીએ કહ્યું હતું કે, જ્યારે તે ફાર્મહાઉસ આવશે તો ખેતરમાંં જ બેસીને વટાણા ખાશે.

Related posts

‘Sometimes I wonder if IPL is even cricket’: R Ashwin

‘I Did Not Remove Him’, Ganguly Statement Over Kohli’s Captaincy Departure

Ashes 2023: England Name Playing Eleven For Fifth Test At The Oval