કેરળની એસેમ્બલીના અધ્યક્ષે ખરીદ્યા ૫૦,૦૦૦ રૂ.ના ચશ્મા અને બિલ સરકારે ભર્યું !!!

કેરળ વિધાનસભાના અધ્યક્ષ પી. શ્રીરામકૃષ્ણને લગભગ ૫૦હજાર રૂપિયાના એક ચશ્મા ખરીદ્યા છે અને પહેલેથી જ નાણાની કમી ભોગવી રહેલ રાજ્ય સરકારે તેનું બિલ પણ ભર્યું છે. જો કે તેના પર વિવાદ શરૂ થયો છે.માકપાના નેતૃત્વવાળી એલડીએફ સરકારે ૨૦૧૮-૧૯ના બજેટ રજૂ કર્યાના એક દિવસ બાદ જ આ ચશ્માના બિલ ચૂકવ્યાના સમાચાર આવ્યા છે. બજેટમાં રૂપિયાની કમીને ખત્મ કરવા માટે નાણાકીય નિયમો માટે વકીલાત કરવામાં આવી છે.
કોચીના વકીલ ડીબી બીનૂની આરટીઆઇ અપીલ પર જવાબ આપતાં વિધાનસભા સચિવાલયે જણાવ્યું છે કે, અધ્યક્ષના ચશ્મા પર ૪૯,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં ૪,૯૦૦ રૂપિયાની ચશ્માની ફ્રેમ અને ૪૫,૦૦૦ રૂપિયા લેન્સ પર ખર્ચવામાં આવ્યા છે.અધ્યક્ષને ૫ ઑક્ટોબર ૨૦૧૬થી આ વર્ષની ૧૯ જાન્યુઆરી સુધીની ૪.૨૫ લાખ રકમ આપવામાં આવી છે. જો કે વિવાદ વધતા પ્રતિક્રિયા આપતા અધ્યક્ષે કહ્યું છે કે, ડૉક્ટરની સલાહ પર તેમના ચશ્મા ખરીદવામાં આવ્યા છે. જો કે આરટીઆઇમાં તેમના ચશ્માના બિલ માગવામાં આવ્યા હતા, જે આપવામાં આવ્યા નથી.ઉલ્લેખનીય છે કે તેની પહેલા સ્વાસ્થય મંત્રી કેકે શૈલજાના ૨૮,૦૦૦ રૂપિયાના ચશ્મા ખરીદવા બાદ પણ વિવાદ થયો હતો, કારણ કે તેમના ચશ્માનું બિલ પણ સરકારે ચૂકવ્યું હતું.

Related posts

Girl, 3, Raped by Neighbour in West Delhi; Accused Held

NIA Arrests Key Conspirator in Bengaluru’s Rameshwaram Cafe Blast Case

Asaduddin Owaisi’s AIMIM to contest on 16 seats in Bihar