કેન્સરના દર્દીઓ માટે આવ્યા સારા સમાચાર, 5 વર્ષ પહેલાં જ આ બીમારી વિશે જાણી શકાશે

કેન્સરના દર્દીઓ માટે આ ખબર સાચે જ રાહત આપનારી પુરવાર થઈ શકે છે. સામન્ય રીતે યુકેના બ્રેસ્ટ કેન્સર રિસર્ચ કરો એ જણાવ્યું કે ફંડ્સની તકલીફ ન હોય તો આવનાર સમયમાં જલદી જ એક એવો બ્લડ ટેસ્ટ થઈ શકશે તેનાથી બૉડી ચેકઅપના 5 વર્ષ પહેલા જ બૉડીમાં કેન્સ થવાની સંભાવના બાબતે જાણ થઈ શકે છે. આ સાથે બૉડીમાં કેન્સરના લક્ષણો વિશે પણ જાણ થઈ શકશે. લાઈવ હિન્દુસ્તાનની ખબર પ્રમાણે સંશોધકોએ આ સંશોધનના પરિણામ અનુસાર કહી છે.

તે માટે સંશોધકોએ 180 લોકોના બ્લડ સેમ્પલ પણ લીધા. જેમાં 90 લોકો નો કેન્સરનો સારવાર ચાલી રહ્યો હતી. અને 80 લોકો બધી જ રીતે તંદુરસ્ત હતા. તેમ છતાં, શોધકર્તા ફરીથી 800 દર્દીઓના બ્લડ સેમ્પલ લઈને જુદા જુદા ફેક્ટર્સ આધારિત ટેસ્ટ કરી રહ્યા છે. જેના લીધે આ વાત સામે આવી શકે કે પહેલા કરાયેલું સંશોધન કેટલી હદ સુધી સટિક હતું. સંશોધનકર્તા તેની દરેક બાબત ની તપાસ કરી રહ્યા છે.

આ બાબતે નૉટિનઘ્મ યુનિવર્સિટીના પી.એચ.ડી. વિદ્યાર્થીઓની માહિતી આપતા જણાવ્યું કે, જે દેશ ઓછી અને મિડિયમ કમાણી કર્તા તેમના માટે રક્તસ્ત્રાવની તપાસ કરીને સ્તન કેન્સરની જાણ પહેલાં તબ્બકામાં જ થઈ શકે છે.

લાઈવ હિન્દુસ્તાન વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે આશરે 21 લાખ મહિલાઓ સ્તન કેન્સરથી પીડિત મળી આવે છે. વર્ષ 2018 માં બ્રેસ્ટ કેન્સરના કારણ સમગ્ર વિશ્વમાં 6 લાખ 27 હજાર જેટલી યુવતીઓનું મૃત્યુ થયું. બાકીના બીજા પ્રકારનાં કેન્સરના કારણે લગબગ 15 ટકા મહિલાઓનું મૃત્યુ થયું છે.

Related posts

શિયાળામાં આરોગ્યની જાળવણી

પોતાના રોજિંદા જીવનમાં બસ આ પાંચ આદતો બદલો, બીમારીને દુર ભગાડો

પ્રદૂષણથી ફેફસાંને સુરક્ષિત રાખવા અપનાવો કુદરતી ઉપાયો